________________
[ કલપસૂત્ર
જેનોની શ્વેતામ્બર પરંપરામાં પર્યુષણના દિવસે દરમિયાન “કલ્પસૂત્ર” વાંચવાની પ્રથા સૈકાઓથી ચાલી આવી છે. “કલ્પસૂત્ર”નું ખરું નામ “પર્યુષણાક૯૫ છે. એ ઉપરથી પણ પ્રતીત થાય છે કે આ ગ્રંથની રચના પર્યુષણ- " પર્વ માટે થયેલી છે. આ ગ્રંથની રચના છેલ્લા શ્રુતકેવલી પૂજ્ય શ્રી ભદ્રબાહુ સ્વામી છે. વસ્તુતઃ “કલ્પસૂત્ર” અથવા પયુંષણક૯૫” એ સ્વતંત્ર ગ્રંથ નથી, પરંતુ ભદ્રબાહુસ્વામીએ રચેલા “દશાશ્રુતસ્કંધ” નામના એક વિસ્તૃત ગ્રંથનો તે એક ભાગ છે. “દશાશ્રુતસ્કંધમાં દશ અધ્યયન આપવામાં આવ્યાં છે. એમાંનું આઠમું અધ્યયન તે “પષણકલ્પ છે. આ “અધ્યયન’નું પઠન-વાંચન પર્યુષણના દિવસમાં કરવાનો મહિમા હોવાથી એનું મહત્ત્વ એક સ્વતંત્ર ગ્રંથ જેટલું બની ગયું છે.
. . ' ' ક૯પ એટલે આચાર. ક૫ એટલે નીતિ, વિધિ અથવા સમાચારી. વાચક ઉમાસ્વાતિએ કહ્યું છે તે પ્રમાણે જ્ઞાન શીલ અને તપની જે વૃદ્ધિ કરે અને દેન નિગ્રહ કરે તે કહ૫. જૈન શાસ્ત્રોમાં એવા દશ પ્રકારના કલ્પ દર્શાવવામાં આવ્યા છે, જેમ કે આગેલક્યક૯૫, વ્રતક૯૫, પ્રતિક્રમણકહ૫, માસક૯૫ વગેરે. એમાં પર્યુષણાક૯પ ઘણો મહત્ત્વની છે, કારણ કે પર્યુષણ એ આરાધનાનું મોટામાં મોટું વાર્ષિક પર્વ છે.