Book Title: Jinatattva
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 175
________________ પર્વાધિરાજ પર્યુષણ-૧ ૧પ૯ જ્ઞાનવિમલસૂરિએ “પયુષણમહાપર્વમાહાસ્યની સઝાયમાં કહ્યું છે : . , પુણ્યની પિષણ, પર્વ પર્યુષણા આવિયાં ઈણિ પરે જાણિયે એક હિયડલે હર્ષ ધરી, છ અઠ્ઠમ કરી, એરછ કલ્પ ઘર આણિયે એ. જૈન માન્યતા પ્રમાણે માણસને આયુષ્યબંધ કેટલીક વાર પર્વના દિવસે પડતો હોય છે. એક જન્મ પૂરે થતાં. અન્ય જન્મમાં માણસ શું થવાનો છે (મનુષ્ય, દેવ, તિયચ કે નારક) તે જ ક્ષણે નક્કી થાય છે તેને. આયુષ્યનો બંધ કહેવામાં આવે છે. આથી પર્વના દિવસે મન, વચન અને કાયાની શુદ્ધિથી કરેલી આધ્યાત્મિકઆરાધના માણસને ભવાન્તરમાં ઉત્તમ ગતિ અપાવે છે. ત્વરિત મુક્તિ અપાવે છે, જ્યારે પર્વના દિવસે કરેલી પાપપ્રવૃત્તિ માણસને જન્માંતરમાં ભયંકર દુર્ગતિમાં ઘસડી જાય છે. પર્યુષણ એ મૈત્રી અને ક્ષમાનું પર્વ છે. પર્યુષણનો. છેલ્લે દિવસ સંવત્સરી તરીકે જાણીતું છે. એ દિવસે. તમામ જૈનો એકબીજાને “મિચ્છામિ દુક્કડં” કહી ક્ષમા. માગે છે, અને ક્ષમા આપે છે. ક્ષમાથી વૈરવૃત્તિ શમે છે, ક્રોધ અને અહંકારને સ્થાને મૈત્રી અને નમ્રતા વિકસે છે. એથી જગતમાં પ્રેમ અને શાંતિ પથરાય છે. જૈનોને એક વર્ગ જે દિગંબરના નામે ઓળખાય. છે તે પિતાનાં પર્યુષણ જુદાં ઊજવે છે. સંવત્સરીના આ.

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185