________________
પર્વાધિરાજ પર્યુષણ-૨
એક ઋતુચક્ર પૂરું થતાં વર્ષ પૂરું થાય છે. વર્ષ નવું પણ ઘટમાળ જૂની, એ જીવનકેમ ઘણાંને હોય છે. પ્રત્યેક નવા વર્ષે નવી પ્રેરણું, નવું ચેતન અને નવો ઉત્સાહ દાખવનારાં, ઉત્તરોત્તર અધિક સિદ્ધિ પ્રાપ્ત કરનારાં મનુષ્ય પણ ઓછાં નથી હોતાં. ઘટનાક્રમ જૂને હેય પણ તેમાંથી પસાર થવામાં અભિનવતા અનુભવાતી હિય, પર્વ એનું એ હેચ પણ એની આરાધનામાં વધુ તાઝગી, વધુ ઉત્સાહ અને વધુ શક્તિ અનુભવાતી હોય એ પણ એક સદ્ભાગ્ય છે. કેઈક આધુનિક બુદ્ધિવાદીને પ્રશ્ન થાય કે એની એ વાતમાં ફરીથી કેમ રસ પડે ? પણ શાસ્ત્રકારોએ કહ્યું છે કે જેમ જેમ ભોજનમાં, ઔષધમાં, અધ્યયનમાં પુનરુક્તિ એ દેષ નથી પણ ગુણ છે, તેમ પર્વની આરાધનામાં પણ પુનરુક્તિ એ દેષ નથી, બલકે ઈષ્ટ અનિવાર્યતા છે.
પર્વન” શબ્દના વિવિધ અર્થ થાય છે. એમાં મુખ્ય અર્થ છે પવિત્ર દિવસ” અથવા “તહેવાર. (બીજા અર્થો છે: “પર્વ” એટલે ગ્રંથને ભાગ; “પર્વ” એટલે શેરહિને બે ગાંઠા વચ્ચેના ભાગ). સ્વ. પૂ. સાગરાનંદસૂરિજીએ તો, પર્વ” અને “તહેવાર’ વચ્ચે પણ ભેદ દર્શાવતાં કહ્યું છે કે કઈ એક ઘટના કે વસ્તુનું મહત્ત્વ દર્શાવવા