Book Title: Jinatattva
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 180
________________ ૧૬૦ જિનત કોઈ એક દિવસ સાથે એને જોડી દેવાય તે તહેવાર, અને દર મહિને ચાર મહિને કે વર્ષે નિયમિતપણે, સામુદાયિક આરાધના સાથે જે ઉજવાય તે પર્વ. મહાવીર જયંતી કે, ગાંધી જયંતી એ તહેવાર છે અને જ્ઞાનપંચમી કે પર્યુષણું એ પર્વ છે. અલબત્ત, વ્યવહારમાં તહેવાર અને પર્વ” એ બંને શબ્દો એકબીજાના પર્યાય તરીકે વપરાય છે. પયુંષણે” (પરિ + ઉષ) શબ્દનો અર્થ થાય છે સારી રીતે સ્થિર થવું. વર્ષાવાસ દરમિયાન સ્કૂલ રીતે સ્થિર થવા ઉપરાંત આત્મામાં સ્થિર થવા ઉપર વિશેષ ભાર આ આધ્યાત્મિક પર્વમાં મૂકવામાં આવ્યો છે. જીવદયા, દાન, બ્રહ્મચર્ય, અઠ્ઠમ વગેરે પ્રકારની તપશ્ચર્યા, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધવ્રત, જિનપૂજા, ગુરુવંદના, સાધર્મિક વાત્સલ્ય, કૃતશ્રવણદિ જ્ઞાનારાધના, ચિત્યપરિપાટી ઈત્યાદિ વિવિધ પ્રકારે આ પર્વની આરાધના કરવાની હોય છે. એટલે જ કહેવાય છે કે “પુણ્યનાં પિષણ, પર્વ પર્યુષણ.” શ્રાવણ મહિને એટલે પર્વેને મહિને. વર્ષાઋતુમાં જ્યારે ઘણાખરે વરસાદ પડી ચૂક્યો હોય, ખેતીમાં કામે લાગેલા માણસે જ્યારે લગભગ નિવૃત્ત થઈ ગયેલાં હેય, સફર માટે સાગરનું વાતાવરણ સાનુકૂળ બની ગયું હાય, નદી કે નાળાંનાં પૂર ઓસરી ગયાં હોય, વાતાવરણમાં હજુ ઠંડક હોય, આકાશમાં આમતેમ છૂટાંછવાયાં વાદળાં ટહેલતા કે ઘડીક વરસતાં હોય એવા વાતાવરણમાં શ્રાવણ-ભાદરવામાં મનુષ્ય અને ઉલ્લાસ અનુભવે છે.

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185