Book Title: Jinatattva
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 181
________________ પર્વાધિરાજ પર્યુષણ-૨ ૧૬. ચોમાસાના ચાર મહિનામાં આ એવો ઉત્તમ કાળ છે કે જ્યારે માણસ સમય ફાજલ પાડીને ઉત્સવમાં ભાગ લઈ શકે છે, આરાધનામાં જોડાઈ શકે છે. ઉત્સવ એ મનુષ્ય જીવનનું મોટામાં મોટું પ્રેરક બળ છે. ઉત્સવ એટલે માણસ ઘર છોડી બહાર નીકળી સમુદાયમાં ભળે, અનેક લોકો સાથે પ્રેમ, આદર, સહકાર, સત્કાર વગેરેની લાગણી અનુભવે. ઉત્સવ એટલે મનુષ્યની સામુદાયિક ચેતનાને વિસ્તાર અને વિકાસ. ઉત્સવ ન હોય તે મનુષ્ય-જીવન ક્રમે ક્રમે જડ અને પાંગળું બની જાય. કટાઈ જતા જીવનને ઉત્સવ ના ઓપ આપે છે. ભારતીય પરંપરામાં ભેગ અને ત્યાગ બંનેનું મહત્વ સ્વીકારાયું છે. પરંતુ ત્યાગ દ્વારા ભોગ (તે તેના મુંરીજા)ની ભાવનાનું પ્રાધાન્ય ભારતીય પરંપરામાં જેવું છે તેવું બીજે બહુ ઓછું જોવા મળશે. ખાવાના આનંદ કરતાં સહેતુક ભૂખ્યા રહેવાનો આનંદ ઘણે ચઢિયાતો છે, એની પ્રતીતિ તો જેઓ એવું આચરે છે તેને વિશેષ હોય છે. આપણાં પર્વોમાં ખાદ્ય પદાર્થો અને વસ્ત્રાલંકાર દ્વારા - દેહને રીઝવવાનાં જેમ કેટલાંક લૌકિક પર્વો છે. તેમ ત્યાગ અને સંયમ દ્વારા આત્માની અનુભૂતિના આનંદને માણવા માટેનાં લકત્તર પ પણ છે. પર્યુષણ પર્વને મહિમા લોકોત્તર પૂર્વ તરીકે છે. • જિ.-૧૧

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185