Book Title: Jinatattva
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 183
________________ પર્વાધિરાજ પર્યુષણ-૨ સરળ વાત નથી. ક્યારેક તેમાં પારંપરિક ઉપચાર રહેલો હોય છે તે પણ એકંદરે પરસ્પર ક્ષમાપના દ્વારા જીવન વધુ સુસંવાદી અને સ્નેહમય બને છે. શાસ્ત્રકારે કહે છે કે જીવને એના અંતિમ લક્ષ્ય સુધી–મુક્તિ સુધી–પહોંચવામાં આ ક્ષમાપનાનું તત્વ જ વધુ સહાયરૂપ થાય છે. પર્વની ઊજવણ દરમિયાન વખતેવખત એક યા બીજી વાતને અતિરેક થઈ જતો હોય છે. પર્વોની ઉજવણી પણ સમતોલ રહ્યા કરે, અતિરેક થાય તો તે શુભ તત્ત્વને ઈષ્ટ અતિરેક જ હોય એ પ્રત્યે સમાજના વિવિધ વર્ગના – ગૃહસ્થથી સંત-મહાત્મા સુધીના – સૂત્રધારોએ લક્ષ આપવું જોઈએ. જ્યારે અનિષ્ટ અતિરેક થતો હોય ત્યારે એવી દોરવણીની ઘણી અપેક્ષા રહે છે. પર્વ આનંદત્સવને બદલે ક્યારેક સમાજના વિભિન્ન સાંપ્રદાયિક વર્ગો વચ્ચે કલેશ-કંકાસ કે ઈર્ષ્યા–નિંદાનું નિમિત્ત બને છે. ક્ષમાપનાના દિવસે જ અક્ષમાને ભાવ વધુ આવી જાય છે. એના જેવું બીજું દુર્ભાગ્ય કયું હોઈ શકે ? પર્વદિન વેપારીઓ કે નોકરિયાત માણસો માટે જે નિવૃત્તિદિન હોય, વિદ્યાર્થીઓને માટે અધ્યયનને દિવસ હોય, તો પર્વની ઉજવણીમાં બધાં સારી રીતે ભાગ લઈ શકે. તહેવારે માત્ર ધાર્મિક જ હોય એવું નથી, સામાજિક કે રાષ્ટ્રીય પણ અવશ્ય હોવાં જોઈએ. પરંતુ આપણી સરકારે સૈકાઓથી ઉજવાતા આવેલા એવા કેટલાક ધાર્મિક-સાંસ્કૃતિક તહેવારની રજા રદ કરીને કેટલાક

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185