________________
પર્વાધિરાજ પર્યુષણ-૧
૧૫૫. જીવદયા એ જૈનોના લોહીમાં છે. વ્યક્તિગત રીતે કેટલાંકનું વર્તન અપૂર્ણ, અણસમજવાળું કે વિપરીત હોય તેથી. સમસ્ત સમાજને દોષ દઈ શકાતો નથી.
પર્યુષણ પર્વ એ ઘણું પ્રાચીન પર્વ છે. શાસ્ત્રોમાં વર્ણન આવે છે તે પ્રમાણે ભગવાન મહાવીર સ્વામી.
જ્યારે રાજગૃહી નગરીમાં પધાર્યા હતા ત્યારે મગધના. રાજા શ્રેણિકે ભગવાન મહાવીરને પર્યુષણ પર્વ વિશે પ્રશ્નો. પૂછળ્યા હતા. પર્યુષણ પર્વની આરાધના સારામાં સારી. રીતે કોણે કરેલી એવા પ્રશ્નના જવાબમાં ભગવાને કહેલું કે ભૂતકાળમાં ગજસિંહ નામના રાજાએ એવી સરસ. આરાધના કરેલી જેથી તે પૂર્વમહાવિદેહક્ષેત્રમાં તીર્થ કરપદ પામી મુક્તિપદ પ્રાપ્ત કરશે.
- પર્યુષણ પર્વ એ સંયમ અને સાધનાનું પર્વ છે.. એ માટે શાસ્ત્રોમાં અગિયાર દ્વારે આરાધના કરવાનું ફરમાવ્યું છે. જિનપૂજા, ચેત્ય-પરિપાટી (આસપાસનાં જિનમંદિરમાં જઈ જિનેશ્વર ભગવંતને દ્રવ્ય અને ભાવથી. નમસ્કાર કરવા), સાધુસંતની ભક્તિ, સંઘમાં પ્રભાવના, જ્ઞાનની આરાધના, સાધર્મિક વાત્સલ્ય, “કલ્પસૂત્ર” સાંભળવું, તપશ્ચર્યા કરવી, જીને અભયદાન આપવું, સાંવત્સરિક પ્રતિક્રમણ કરવું, પરસ્પર ક્ષમાપના કરવી—એમ અગિયાર પ્રકારે આ આરાધના કરવાની હોય છે. એ આરાધના વધુ દીપી ઊઠે એ માટે બ્રહ્મચર્યનું પાલન કરવું, દાન. દેવું, દયા પાળવી, પાપકર્મ થાય તેવાં કાર્યોને ત્યાગ.