________________
આલોચના
૧૦૯વખત સાધકના મનમાં ભય રહેલો હોય છે કે પોતાના મેટા દેને માટે ગુરુમહારાજ કદાચ વધારે પડતું મેટું પ્રાયશ્ચિત્ત આપી દેશે. એટલા માટે તે પિતાના નાના દોષેની ગુરુ સમક્ષ આલેચના કરીને શું પ્રાયશ્ચિત્ત. મળે છે તેનો અંદાજ કાઢયા પછી મેટા દેને વિચાર કરે છે. એવા સાધકના મનમાં કપટભાવ રહેલો હોય છે. એટલે તેઓ સાચા સાધક બની શકતા નથી. (૬) પ્રચ્છન્ન :
કેટલીક વાર સાધકને પિતાનાં પાપને એકરાર કરવામાં લજા અને લોકનિંદાનો એટલે બધો ડર રહે છે. કે ગુરુ સમક્ષ પોતાના અતિચારેને એકરાર કરતાં તેઓને. સંકેચ થાય છે. બીજી બાજુ પોતાના પાપ માટે તેમને , અંતરાત્મા ડંખતી હોય છે. એવે વખતે તે બીજાનું કાલ્પનિક નામ આપી અમુક અતિચાર થયો હોય તે તેનું શું શું પ્રાયશ્ચિત્ત મળે એ ગુરુ પાસેથી જાણી લઈને પિતાની. મેળે ખાનગીમાં એ પ્રાયશ્ચિત્ત કરી લે છે. (પ્રાચીન કાળમાં. લક્ષમણા નામનાં સાધ્વીએ એ પ્રમાણે કર્યું હતું.) આ... પણ એક પ્રકારનો કપટભાવ છે. એટલે ગુપ્ત રીતે પિતાની મેળે પ્રાયશ્ચિત્ત લઈ પિતાનાં પાપની શુદ્ધિ કરી લીધી. હોવા છતાં તેનું ખાસ ફળ મળતું નથી. તે
કેટલીક વાર સાધક તક જોઈને ગુરુ પાસે બીજુ કાઈ હાજર ન હોય તેવે વખતે, પ્રચ્છન્ન સ્થાનમાં ગુરુ સમક્ષ પિતાના અતિચારે માટે આલેચન કરે છે. વળી, એ લેતી.