________________
૧૧૮
જિનતત્વ તેને માટે પશ્ચાત્તાપપૂર્વક માત્ર નિંદા કરવી તે “વ્યવહાર આલેચના” છે.
દ્રવ્યાદિની અપેક્ષાએ આલેચનાના ચાર પ્રકાર થાય છે. (૧) દ્રવ્ય આલોચના–સચિત્ત, અચિત્ત કે મિશ્ર, પરંતુ અકલ્પનીય એવા કોઈ દ્રવ્યનું સેવન થઈ ગયું હોય તે માટેની આલોચના. (૨) ક્ષેત્ર આલેચના—ગામ કે નગરમાં કે ત્યાં જવાના માર્ગમાં કઈ દેષનું સેવન થયું હોય તે માટેની આલોચના. (૩) કાલ આલોચના–દિવસે, રાત્રે પર્વના દિવસે, દુકાળમાં, સુકાળમાં કેઈ દેષનું સેવન થયું હોય તે માટેની આલોચના. (૪) ભાવ આલેચના–પ્રસન્ન કે અપ્રસન્ન ભાવથી, અહંકાર, દ્વેષ કે ગ્લાનિ વગેરેના ભાવથી કેઈ દેષનું સેવન થઈ ગયું હોય તે માટેની આલોચના.
આમ, આલોચના (આલેયણા) ઉપર ઘણે ભાર જૈન દર્શનમાં મૂકવામાં આવ્યો છે. રોજેરોજ સવારસાંજના પ્રતિક્રમણમાં સાધુએ કે ગૃહસ્થ પિતાના દેષની આલોચના કરવાની હોય છે. જે આલોચના કરે છે તે જ સાચે આરાધક બની શકે છે. આવશ્યકનિયુક્તિમાં કહ્યું છે કે જે માણસ ગુરુજન સમક્ષ બધાં શલ્યા દૂર કરી. આચના-આત્મનિંદા કરે છે તે માથા ઉપર બેજ ઉતારી નાખનાર ભારવાહકની જેમ હળવે થઈ જાય છે.
उद्धरियसव्वसल्लो आलोइय-निदिओ गुरुसगासे । होइ अइरेहलहुओ ओहरियभारोव्व भारवहो ॥