________________
૧૩૦
- જિનતત્ત્વ નારે વર્ગ પણ મેટો હોય છે. ખાધેપીધે સુખી હોય અને એને લીધે તપ કરવાની જેમને બિલકુલ રુચિ થતી ન હોય તથા તપને જરા પણ મહાવરો ન હોય તેવા લેકો બાલતપ કરનારા છેડા લેકેને છેટે દાખલ આગળ ધરી તપ કરનારા લોકોને માટે ટીકા કરવા મંડી જતા હોય છે. એમની ટીકા કેટલીક વાર અસંપ્રજ્ઞાતપણે એમની અશક્તિમાંથી પ્રગટ થતી હોય છે. જેમણે શેડી પણ ભાવપૂર્વક તપશ્ચર્યા કરી છે એવી વ્યક્તિ સામાન્ય રીતે તપશ્ચર્યાની વિરોધી હોતી નથી.
અલબત્ત, બાહ્ય તપ કરતાં આત્યંતર તપ ચડિયાતું છે, એ નિઃસંશય છે. પરંતુ એથી બાહ્ય તપને નિષેધ . કરવામાં નથી આવ્યો. ખુદ ભગવાન મહાવીરે બાહા અને આત્યંતર એમ બંને પ્રકારની તપશ્ચર્યા કરી છે. બધા જ રે તીર્થકરેના જીવનમાં બાહ્ય તપશ્ચર્યા પણ જોવા મળશે. દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણુ વખતે બાહ્ય તપ અચૂક હેય છે. સંસારમાં બધા જીવો એક્સરખી રુચિ, કક્ષા અને શક્તિવાળા નથી હોતા. એટલે જ બાહા અને આત્યંતર બંને પ્રકારના તપમાં પેટાપ્રકારો બતાવાયા છે, અને દરેકે પોતાની રૂચિ, કક્ષા અને શક્તિ અનુસાર તપની પસંદગી કરવાની હોય છે, અને તેમાં પોતાના આત્માની શક્તિને ફરવાને ઉરચતમ તપશ્ચર્યા સુધી પહોંચવાનું હોય છે. , તપશ્ચર્યા વર્તમાન જીવનમાં માણસને માટે શ્રેયસ્કર નીવડે છે અને આત્મા માટે મોક્ષપથગામિની બની શકે