Book Title: Jinatattva
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 170
________________ પર્વાધિરાજ પર્યુષણ -૧ અનેક માણસો જ્યારે પિતાના આનંદને સામુદાયિક રીતે વ્યક્ત કરે છે ત્યારે તેમાંથી ઉત્સવ કે પર્વનું નિર્માણ થાય છે. મનુષ્ય ઉત્સવપ્રિય પ્રાણી છે, માટે જ કહેવાય છે : હસવપ્રિયાઃ વઝુ મનુષ્યાઃ | માનવજાતે કુટુંબ, રાષ્ટ્ર, વિશ્વ, જન્મ, નિવૃત્તિ, અવસાન, આરંભ, પૂર્ણાહુતિ, સંસ્થાઓ, ઋતુઓ ઇત્યાદિ ઘણા વિષાને અનુલક્ષીને ઉસનું નિર્માણ કર્યું છે. તેમાં ધર્મ, ધર્મપુરૂષ, ધર્મ પ્રસંગે ઇત્યાદિને અનુલક્ષીને સૌથી વધુ ઉત્સવોની ચેજના થઈ છે. સંદર્ભે બદલાતાં કેટલાક વ્યક્તિલક્ષી, સામાજિક કે રાજકીય ઉત્સવ કાલગ્રસ્ત થાય છે. ધાર્મિક ઉત્સવે પ્રમાણમાં વધુ ચિરકાલીન હોય છે. જૈનો જે વિવિધ ધાર્મિક પર્વોની ઉજવણી કરે છે તેમાં સૌથી મોટું પર્વ તે પર્યુષણ છે. “પજુસણ કે પોષણ” એવા તદ્દભવ નામથી સામાન્ય લોકેામાં તે વિશેષ પ્રચલિત છે. સૌથી મોટું એ પર્વ હેવાથી પર્વશ્રેષ્ઠ, પર્વ શિરેમણિ, પર્વાધિરાજ તરી કે, લેકોત્તર પર્વ તરીકે તે ઓળખાય છે. - પર્વ એટલે આનંદ અને ઉલ્લાસ. જેવું પર્વ અને જે એને મહિમા તેવી એની ઊજવણી. કેટલાંક પર્વેમાં

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185