Book Title: Jinatattva
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 162
________________ દ વર્ધમાન તપની ઓળી તપશ્ચર્યાને મહિમા જેટલે જૈન ધર્મમાં બતાવવામાં આવ્યો છે તેટલે દુનિયાની બીજા કોઈ ધર્મમાં જોવા મળશે નહિ. ભગવાન બુદ્ધ તપશ્ચર્યાના માગે ગયા; પરંતુ એ માગ એમને ઘણે આકરા લાગે એટલે પાછા ફર્યા અને મધ્યમ માગને ઉપદેશ આપે. એમની પહેલાં ભગવાન મહાવીરે તપશ્ચર્યાને માર્ગ અપનાવ્યો, અને એ માગે તેઓ ચરમ. સીમા સુધી પહોંચ્યા. એટલા માટે ભગવાન મહાવીરને આપણે “દીઘ તપસ્વી” તરીકે ઓળખાવીએ છીએ. કવિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યે એટલા માટે “સકલાર્હત્ સ્તોત્રમાં ભગવાન મહાવીર વિશે કહ્યું છે : વીરસ્ય ઘોર તપઃ | માણસનું મન અત્યંત ચંચલ છે. ચંચલ મન શરીરને પણ ચંચલ બનાવે છે. આંખ, નાક, જીભ અને સ્પર્શ એ ઇન્દ્રિયો દ્વારા થતા વધુ પડતા ઉપભેગથી કેવા અનર્થો થાય છે એ સૌના અનુભવની વાત છે. ઊઠતાં, બેસતાં, ખાતાં, કે વાત કરતાં માણસ જે મર્યાદા સાચવે નહિ તે તેનાં માઠાં પરિણામ ભેગવવાને તેને વખત આવે છે. એવે વખત ન આવે એટલા માટે તે વિશે સમજવાની " જરૂર છે, એટલે કે આરોગ્ય અને સામાજિક વ્યવહાર માટે પણ ઈન્દ્રિયોને સંયમમાં રાખતાં આપણે શીખવું જોઈએ. ઈન્દ્રિયોને સંયમમાં રાખવાની ક્રિયા તે તપશ્ચર્યા. બધી

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185