________________
૧૨૮
જિનતત્ત્વ ઉપવાસ વગેરે પ્રકારની કઠોર તપશ્ચર્યા કરવાની નથી. હતી ગર્ભવતી સ્ત્રી, બાળકને સ્તનપાન કરાવતી માતા કે રોગિષ્ઠ સ્ત્રી-પુરુષને આવી તપશ્ચર્યા કરવાની સખ્ત, મનાઈ શાસ્ત્રકારોએ ફરમાવેલી છે. તપ ત્યાં સુધી જ કરવાનું હોય છે જ્યાં સુધી ઈન્દ્રિયે જાગ્રત હોય છે અને ચિત્ત સ્વસ્થ અને નિર્મળ હોય છે. ઉપાધ્યાય યાવિજયજીએ “જ્ઞાનસાર”માં તપના અષ્ટકમાં કહ્યું છે :
तदेव हि तपः कार्य दुर्व्यानं यत्र नो भवेत् । येन यागो न हीयन्ते क्षीयन्ते नेन्द्रियाणि च ॥
(ચિત્તમાં દુર્ગાન ન આવી જાય, વેગોને હાનિ ન પહોચે અને ઇન્દ્રિ ક્ષીણ ન થઈ જાય ત્યાં સુધી જ તપ કરવું જોઈએ.)
આમ, જૈન ધર્મે તપશ્ચર્યામાં સરળ મધ્યમ માર્ગ ન સ્વીકારતાં ઉગ્ર તપશ્ચર્યા ઉપર ભાર મૂક્યો છે. પરંતુ તે મનના ભાવે ન બગડે અને ઇન્દ્રિયે અસ્વસ્થ ન બને ત્યાં સુધી. અલબત્ત, ઉગ્ર તપશ્ચર્યા કરનારે વિશેષ સાવધ. રહેવાની જરૂર છે. વધુ પડતું જ્ઞાન જે પચાવ્યું ન હોય તો જેમ અહંકાર જન્માવે છે, તેમ વધુ પડતું તપ જે આત્મસાત્ ન થાય તે કોધ જન્માવે છે. વધુ પડતા તપથી કયારેક જડતા અને યાંત્રિકતા આવે છે.
તપથી દેહ શુદ્ધ થવું જોઈએ અને આત્મા પવિત્ર બનવું જોઈએ. પરંતુ ભાવવિહીન યંત્રવત્ તપ કરનારમાં કેટલીક વાર ખાસ કંઈ પરિવર્તન દેખાતું નથી. એવું તપ