________________
૧૧૩
આલોચના દેખાય એ માટે, પિતાની માનહાનિ ન થાય એ માટે માણસ અસત્ય, અર્ધસત્ય, અપસત્ય, વિકૃત સત્ય, સત્યાભાસ, કુતક, વિક૫. અપવાદ, આક્ષેપ, પ્રતિપ્રહાર, નિર્દોષતાને આડંબર, મિથ્યાભિમાન, દેરષદર્શિતા વગેરેને આશ્રય લેવા લલચાય છે.
પારદર્શક વ્યક્તિત્વ કેટલું બધું વિરલ છે તે આવા પ્રસંગે આપણને સમજાય છે. એટલા માટે જ સાધક જે નીચે પ્રમાણે દસ ગુણોથી યુક્ત હોય તે જ તે આલોચના લેવા માટે ગ્ય પાત્ર ગણાય છે :
(૧) જાતિસંપન્ન, (૨) કુલસંપન્ન, (૩) વિનય* સંપન્ન, (૪) જ્ઞાનસંપન્ન, (૫) દર્શનસંપન્ન, (૬) ચારિત્રસંપન્ન, (૭) ક્ષાન્ત-ક્ષમાવાન, (૮) દાન્ત-ઈન્દ્રિયને સંયમમાં રાખનાર, (૯) અમાયી–માયાકપટ ન કરનાર અને (૧૦) અપશ્ચાત્તાપી–આલોચના ર્યા પછી તે માટે પશ્ચાતાપ ન કરનાર.
માણસને જે વ્યક્તિમાં પૂરેપૂરી શ્રદ્ધા હોય તેની પાસે તે પિતાના પાપનો એકરાર કરે છે. પિતે કરેલા એકરારની વાત ફૂટી જશે એ જ્યારે એને ડર રહે છે ત્યારે તે તેમ કરતાં સ કેચ અનુભવે છે. બધા સમક્ષ જાહેરમાં પિતાનાં પાપને એકરાર કર એ ઉત્તમ પરિસ્થિતિ છે, પરંતુ તે હંમેશાં વ્યવહાર નથી. કેટલીક વાર પોતાની સાથે પાપમાં સંડેવાયેલી અન્ય વ્યક્તિઓને જિ.-૮