________________
જિનતત્ત્વ પચ્ચક્ખાણના એટલા બધા પ્રકારે દર્શાવ્યા છે કે માણસને જે પચ્ચકખાણ લેવાની રુચિ હોય તે પિતાની પ્રકૃતિ અનુસાર તેવા પ્રકારના પચ્ચકખાણની પસંદગી કરવાની અનુકૂળતા તેને અવશ્ય મળી રહે.
આહારના ચાર પ્રકાર છે : અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. વળી દિવસને પણ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના સમયમાં વિભાજન કરી નિશ્ચિત સમય માટે નિશ્ચિત આહારનો ત્યાગ કરવારૂપ પચ્ચક્ખાણ રોજેરોજ લેવાનું જેનોમાં સુપ્રચલિત છે. - આહારની જેમ ધનસંપત્તિ તથા ચીજવસ્તુઓના પરિગ્રહની મર્યાદા તથા ગમનાગમન માટે દિશા, અંતર તથા વાહનોની મર્યાદા પણ કેટલાક લોકે રજેરેજ કરતા હોય છે. હિંસા, અસત્ય, ચેરી, મિથુન, પરિગ્રહ વગેરે કેટલાંક મેટાં પાપમાંથી બચવા માટે તથા ક્રોધ, માન, માયા, લોભ, નિંદા, ચાડી વગેરે દૂષણેને યથાશક્તિ ત્યાગ કરવા માટે આરાધકે વિવિધ પ્રકારનાં પચ્ચકખાણ શક્તિ અનુસાર "નિશ્ચિત સમય માટે સ્વીકારતા હોય છે. કેટલીક બાબતોમાં તે કેટલીક વસ્તુના ત્યાગનાં પચ્ચક્ખાણ યાવજીવન માણસે લેતાં હોય છે.
પચ્ચખાણ શક્ય તેટલી શુદ્ધ રીતે લેવા અને તેનું પાલન કરવા પ્રયત્ન કરે જોઈએ. કેટલાક માણસે આવેશમાં આવી જઈ ફોધાવશ બનીને કોઈક વસ્તુને ત્યાગ કરવાની તરત પ્રતિજ્ઞા જાહેર કરી દે છે. ક્યારેક