________________
પચ્ચક્ખાણ જન્મે છે. નવાં કર્મ બંધાતાં અટકાવવાં તેને “સંવર કહે છે. પચ્ચકખાણ એટલા માટે સંવરરૂપ ધર્મ ગણાય છે
જૈન ધર્મમાં આરાધક માટે રોજેરોજ કરવાગ્ય. એવાં છે આવશ્યક કર્તવ્ય ગણાવવામાં આવ્યાં છે :(૧) સામાયિક, (૨) ચઉવીસ (ચોવીસ તીર્થકરોની સ્તુતિ), (૩) વંદન, (૪) પ્રતિકમણ, (૫) કાઉસગ અને (૬) પચ્ચકખાણ. આમાં પચ્ચક્ખાણને પણ રજની. અવશ્ય કરવાયોગ્ય કિયા તરીકે ગણાવવામાં આવ્યું છે. આવશ્યક”ની શુદ્ધિથી દર્શનની શુદ્ધિ, એથી ચારિત્રની શુદ્ધિ, એથી ધ્યાનની શુદ્ધિ થતાં કર્મને ક્ષય કરી જીવ. પરંપરાએ સિદ્ધગતિ પામે છે.
જીવન હમેશાં સંયમમાં રહે, કુમાર્ગમાંથી પાછું વળે, પાપાચરણથી અટકે અને સદાચારી બને એટલા માટે મનુષ્ય કેટલીક વસ્તુઓને ત્યાગ કરવારૂપ નિયમે ગ્રહણ કરવા જોઈએ. આરંભમાં માણસ પોતાની શક્તિ અને મર્યાદાને લક્ષમાં રાખીને એવા નિયમે ગ્રહણ કરે છે જેનું પાલન ઘણું જ સરળ હોય અર્થાત્ તેવું પાલન કષ્ટ વિના. વયમેવ થઈ જ જાય. જેમ જેમ સમય વીતતો જાય, વધુ અને વધુ મહાવરે અથવા અભ્યાસ થતો જાય તેમ તેમ માણસ તેવા નિયમનો સંક્ષેપ કરતો જાય અને શક્તિ વધતાં વધુ કઠિન નિયમે પણ ગ્રહણ કરવા લાગે. આ. દષ્ટિએ જૈન ધર્મમાં પ્રત્યેક કક્ષાની નાની-મોટી તમામ વ્યક્તિઓની શક્તિ અને મર્યાદાને અનુલક્ષીને ત્યાગ કરવારૂપ