________________
૧૦૨
જિનતત્વ વાળી છે અને મુઠ્ઠી ખોલે ત્યારે પચ્ચક્ખાણ પારે અથવા વસ્ત્રને ગાંઠ વાળી છે અને ગાંઠ છેડે ત્યારે પચ્ચખાણ પૂર્ણ કરે તો તે સંકેત પચ્ચક્ખાણ છે. દી બન્યા કરે
ત્યાં સુધી પચ્ચખાણ કરવું અને દીવો બુઝાય ત્યારે પચ્ચકખાણ પારવું એવી રીતે પણ સકેત પચ્ચક્ખાણ લેવાય છે. (૧૦) અદ્ધા :
અદ્ધા એટલે કાળ. કાળને અનુલક્ષીને જુદા જુદા પ્રકારના આહારની વિવિધ મર્યાદાઓ બાંધવાપૂર્વક જે પચ્ચક્ખાણ લેવાય છે તેના નીચે પ્રમાણે દસ પેટાપ્રકાર , બતાવવામાં આવ્યા છે : (૧) નવકારસી, (૨) પિરસી, (૩) પુરિમઢ, (૪) એકાસણું, (૫) એકઠાણું, (૬) આયંબિલ, (૭) ઉપવાસ, (૮) દિવસચરિમ કે ભવચરિમ, (૯) અભિગ્રહ અને (૧૦) વિગઈ.
" આ બધા પારિભાષિક પટાપ્રકારની સૂક્ષમ છણવટ ભિન્ન ભિન્ન જૈન શાસ્ત્રગ્રંથાના પચ્ચક્ખાણ વિશેના. અધિકારમાં થઈ છે.