________________
જિનતત્ત્વ પચ્ચક્ખાણના આ બે મુખ્ય પ્રકારે ઉપરાંત નીચે. પ્રમણે દસ પ્રકાર પણ બતાવવામાં આવ્યા છે (૧) અનાગત :
અનાગત એટલે ભવિષ્ય. ભવિષ્યમાં જે પચ્ચકખાણ કરવાની ભાવના હોય, પરંતુ થઈ શકે તેમ ન હોય, તે પચ્ચકખાણ અનિવાર્ય સંજોગોને કારણે વહેલું કરી લેવું તે અનાગત પચ્ચકખાણ કહેવાય છે. જેમ કે પર્યુષણના પર્વમાં એક ઉપવાસ, અઠ્ઠમ કે અઠ્ઠાઈ કરવાની ભાવના હોય, પરંતુ કેઈ સાજુમાંદું હોય અને તેને કારણે અથવા બીજા કોઈ કારણે પર્યુષણમાં તેની તપશ્ચર્યા થઈ શકે તેવા સંજોગે ન હોય, માટે તે તપશ્ચર્યા વહેલી કરી લેવાનું પચ્ચખાણ લેવામાં આવે. આ અનાગત પચ્ચક્ખાણ છે. (૨) અતિકાન્તઃ
પર્વના કે એવા બીજા દિવસે એ અમુક તપશ્ચર્યા કરવાની ભાવના હોય, પરંતુ સંજોગવશાત્ તે વખતે તે ન થઈ શકી, તે એ પર્વના દિવસે વીતી ગયા પછી તેવી તપશ્ચર્યા કરી લેવાનું પચ્ચખાણ લેવું તે અતિકાન્ત પચ્ચક્ખાણ છે. (૩) કેટિસહિત :
એક પચ્ચક્ખાણને કાળ પૂરો થવા આવ્યો હોય તે પહેલાં જ તેવું કે તેવા પ્રકારનું બીજું પચ્ચક્ખાણ ઉમેરી લેવું તે કેટિસહિત પચ્ચકખાણ છે. આ પચ્ચક્ખાણના બે