________________
કાઉસગ્ગ હલાવતાં કાઉસગ કરવો. આવા અતિચારો ન લાગે તે કાઉસગ કરવું જોઈએ.
કાઉસગ એક પ્રકારની આધ્યાત્મિક ગપ્રક્રિયા છે. પરંતુ તેથી શારીરિક લાભ પણ અવશ્ય થાય છે. કાઉસગ્ન દ્વારા શરીર અને ચિત્તની સ્થિરતા પ્રાપ્ત થતાં રુધિરાભિસરણમાં ફરક પડે છે, શરીર તથા મન તનાવમુક્ત બને છે. આમ કેટલીક શારીરિક કે માનસિક બીમારી માટે દ્રવ્યકાઉસગ્ગ કે ભાવ-કાઉસગ્ગ અસરકારક ઈલાજ બની રહે છે.
આમ, કાઉસગ વિશે ઘણુ વિગતે છણાવટ આપણું શાસ્ત્રગ્રંથમાં થઈ છે. કાઉસગ અને કાઉસગ્ન-ધ્યાન વિશે જેટલી છણાવટ જૈન પરંપરામાં થઈ છે એટલી અન્યત્ર થઈ નથી.
. સામાન્ય રીતે લોકેને વિશાળ સમુદાય બાહ્ય તપ કરનારે હોય છે. એમ થવું સ્વાભાવિક પણ છે. પરંતુ ધ્યાન અને કાઉસગ ઉપર એટલે જ, બલકે એથી પણ વધુ ભાર મૂક્વામાં આવ્યું છે એ આપણે ભૂલવું ન જોઈએ. અલબત્ત, એ કક્ષાએ સાચા અધિકારપૂર્વક પહોંચનારી વ્યક્તિઓ ઓછી રહેવાની એ તો દેખીતું છે.