________________
Sલ સંખના
સંલેખના” એ જેનામાં વપરાતે પારિભાષિક શબ્દ છે. સT #ષાય જીવના ફરિ સંવના –એવી સંલેખેનાની વ્યાખ્યા છે. કાયાને અને કષાયોને કુશ કરવાં એટલે કે પાતળા બનાવવાં એનું નામ સંલેખના.
સંલેખન એ એક પ્રકારનું તપ છે. જૈન શાસ્ત્રોમાં બતાવેલાં છ પ્રકારનાં બાહ્ય અને છ પ્રકારનાં આત્યંતર તપમાં સંલેખનનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યા, કારણ કે સંલેખન એ તપ માટે વિશાળ અર્થમાં વપરાતો શબ્દ છે. તેમાં બાહ્ય અને આત્યંતર બંને પ્રકારનાં તપને સમાવેશ થઈ જાય છે. અનશન, ઉદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, ઈત્યાદિ બાહ્ય તપ તે કાયાને પાતળી બનાવવાને માટે છે અને પશ્ચાત્તાપ, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય,
ધ્યાન ઈત્યાદિ આત્યંતર તપ તે મનમાં જાગતા વિકારે, દુિર્ભા, કષાને પાતળા કરવા માટે છે. આમ, સંલેખના
માં બાહ્ય અને આત્યંતર બંને પ્રકારનાં તપને સમાવેશ થઈ જાય છે. '
સંલેખનાને સાદે અર્થ ઉપર પ્રમાણે છે; પરંતુ એને વિશિષ્ટ અર્થ “મૃત્યુ માટેની પૂર્વતૈયારી માટે લેવાતું વ્રત” એવે છે. આ પ્રકારના વ્રત માટે “સંલેખના . ઉપરાંત “અનશન”, “સંથારે વગેરે શબ્દ પણ વપરાય