________________
સર
જિનતત્ત્વ લેવું એ તે કઠિન છે જ, પરંતુ અંત સુધી તેનું પાલન કરવું, અને અંત સમય સુધી અસમાધિને ભાવ ન આવે તે જોવું એ તે એથી પણ અત્યંત કઠિન છે,
સંલેખન-વ્રત સ્વીકારનારે અંતિમ સમયની વિવિધ આરાધના કરવાની હોય છે જેમાં ચાર શરણ, ક્ષમાપના, પાપસ્થાનની અને અતિચારોની આલોચના, પંચપરમેષ્ઠિને. નમસ્કાર વગેરેનો સમાવેશ થાય છે. '
આમ, સંલેખનાગ્રત જેનોનું એક પરમ ઉચ્ચ વ્રતછે અને અધ્યાત્મના માર્ગે ઊંચે ચડેલી વિરલ વ્યક્તિઓ જ તે વ્રત અંગીકાર કરી તેને સાંપાંગ પૂર્ણ કરી શકે છે.