________________
સાંવત્સરિક ક્ષમાપના
૫૩
તેરવિનામૂ Tv, ક્ષમા હા તપશિવનામૂ વગેરે કહેવાય છે. એટલા માટે જ ક્ષમાના અવતાર એવા પંચ પરમેષ્ઠી – સાધુથી અરિહંતે(તીર્થકરે)ને આપણે “ક્ષમાશ્રમણ (ખમાસમણ) કહીને વંદન કરીએ છીએ.
કેટલાક કહે છે કે ક્ષમા એ પૃથ્વી અને સ્વર્ગ - વચ્ચેની સીડી છે. કેટલાક એને સ્વર્ગના દ્વાર તરીકે - ઓળખાવે છે.
Mutual forgiveness of each vice, Such are the gates of paradise.'
જૈન ધર્મમાં તે ક્ષમાને મેક્ષના ભવ્ય દરવાજા તરીકે ' ઓળખાવવામાં આવી છે. ક્ષમાના હદયપૂર્વકના સાચા
ભાવથી જીવને માટી કમ નિર્જરા થાય છે. ક્ષમા કમક્ષય સુધી, મુક્તિ સુધી જીવને પહોંચાડે છે. . * ક્ષમાપના વગર કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક આરાધના થતી નથી. જેણે આરાધનાની ઈમારત ચણવી હોય તેણે -ક્ષમાને પાયે નાખવું પડશે. ક્ષમા માગીને તથા ક્ષમા આપીને જે ઉપશાન્ત થતું નથી તે સાચે આરાધક બની શકતે નથી.
' ભદ્રબાહુ સ્વામીએ એટલા માટે જ કહ્યું છે?
जो उवसमइ तस्स अस्थि आराहणा । जो न उवसमइ तस्स नस्थि आराहणा । तम्हा अप्पणा चेव उवसमियव्यं ।