________________
કાઉસગ્ગ
* ૭૨ કરીને શુભ ધ્યાનમાં તે લીન હોય છે ત્યારે ઉસ્થિત-ઉસ્થિત પ્રકારને કાઉસગ્ન થાય છે.
સાધક જ્યારે કાઉસગ્ગ ધ્યાનમાં ઊભે હોય છે, - પરંતુ એનું મન સાંસારિક વિષયોમાં રોકાયેલું હોય છે,
અર્થાત્ અત્ત કે રૌદ્રના પ્રકારનું અશુભ ધ્યાન એના ચિત્તમાં ચાલતું હોય છે ત્યારે ઉસ્થિત-નિવિષ્ટ પ્રકારને કાઉસગ બને છે. ”
કેટલીક વાર સાધક વૃદ્ધાવસ્થાને કારણે કે શારીરિક અશક્તિને કારણે ઊભું રહી શકતો નથી, ત્યારે પદ્માસન કે સુખાસનમાં બેસી કાઉસગ્ગ કરે, પરંતુ એનું જાગ્રત અપ્રમત્ત ચિત્ત જે ધર્મધ્યાન કે શુકલધ્યાનમાં લીન બન્યું હોય તો તે ઉપવિષ્ટ-ઉસ્થિત પ્રકારનો કાઉસગ્ન થાય છે.
સાધક તંદુરસ્ત અને સશક્ત હોય છતાં પ્રમાદ અને આળસને કારણે બેઠાં બેઠાં કાઉસગ્ન કરે. વળી કાઉસમાં
તે અશુભ વિષયેનું ચિંતન કરે અર્થાત્ એની ચિત્તશક્તિ - ' પણ ઊદ બનવાને બદલે બેઠેલી રહે ત્યારે ઉપવિષ્ટિનિવિષ્ટ પ્રકારને કાઉસગ થાય છે. - ભદ્રબાહુસ્વામીએ શરીરની સ્થિતિ તથા મનના ભાવ એ બને અનુસાર વધુ પ્રકાર પાડી કાઉસગના નવ પ્રકાર બતાવ્યા છે. કાઉસગ ઊભાં ઊભાં, બેઠાં બેઠાં, અને સૂતાં સૂતાં કરી શકાય છે. એ ત્રણેય સ્થિતિના ત્રણ ત્રણ એમ નવ પ્રકાર એમણે દર્શાવ્યા છે.