________________
સલેખના
છે. આ પ્રકારના વ્રતને વધારે સ્પષ્ટ કરવા માટે મારણતિક અનશન” કે “મારણાંતિક સંથારે” એવા શબ્દો પણ પ્રજાય છે. - જ્યારે વૃદ્ધાવસ્થા આવે અને શરીર બરાબર ચાલતું
ન હોય, ઊઠવા-બેસવામાં કે પથારીમાં પડખું ફરવામાં પણ અત્યંત શ્રમ પડતું હોય, શરીર રેગથી એવું ઘેરાઈ ગયું હોય કે જેથી સાધુઓને સંયમ ધર્મ પાળવાનું, સાધુઓન આચારનું ચુસ્ત પાલન કરવાનું કઠિન બની જતું હોય, તે વખતે સ્વેચ્છાએ દેહ છોડવા માટે ગુરુમહારાજ પાસે અનુમતિ માગવામાં આવે છે.
કેઈક વખત દુકાળ, યુદ્ધ કે એવી બીજી કઈ આપત્તિ આવી પડે ત્યારે પણ ગુરુમહારાજની અનુમતિથી સ્વેચ્છાએ દેહ છોડવા માટે સંલેખેનાત્રત સ્વીકારવામાં આવે છે. મૃત્યુ જ્યારે સાવ નજીક દેખાતું હોય અથવા વિષમ સંગેમાં ધર્મને અને પિતાની જાતને અધમથી રક્ષવા માટે મૃત્યુ ઈષ્ટ ગણાતું હોય ત્યારે એવા કઈ વિરલ સંજોગોમાં પણ ગુરુમહારાજ સલેખનાગ્રત સ્વીકારવા
માટે શિષ્ય સાધુને કે ગૃહસ્થ ભક્તને અનુજ્ઞા આપે છે. - આ પ્રકારે સ્વેચ્છાએ સ્વીકારેલું મૃત્યુ તે આત્મઘાત કે આપઘાત નથી, કારણ કે આપઘાત અને સંલેખના વચ્ચે તાત્વિક દષ્ટિએ ઘણું મટે તફાવત છે.
જન્મ અને મૃત્યુ એ જીવનની એક સ્વાભાવિક પ્રક્રિયા છે. “જે જાયું તે જાય” એમ કહેવાય છે. જેને જન્મ