________________
કર
જિનતત્વ છે તેનું મૃત્યુ છે. જન્મજન્માંતરની દૃષ્ટિએ જોઈએ તે જીવન પછી મૃત્યુ છે, અને મૃત્યુ પછી મુક્તિ છે અથવા જીવન છે. પરંતુ મુક્ત દશાને પામવી એ સહેલી વાત નથી. એટલે સામાન્ય છે માટે તે જન્મ-જન્માંતરનું ચક્ર ચાલ્યા જ કરતું હોય છે.
જન્મ અને મૃત્યુમાં ઘણો બધે ફરક છે. જીવનના બે અંતિમ છેડાનાં આ તા છે. સંસારમાં જન્મને લાકે આનંદમય, મંગળ માને છે અને મૃત્યુને અશુભ, અમંગળ માને છે. જન્મ સાથે આશા છે, મૃત્યુ સાથે નિરાશા છે. પરંતુ જ્ઞાનીએ મૃત્યુને મંગળ માને છે, અને જન્મને અમંગળ માને છે. જે મૃત્યુ નવા જન્મને સ્થાન ન આપે એ મૃત્યુ મુક્તિ, મેક્ષ, નિર્વાણુ અપાવે છે.
જન્મ પછી અપવાદરૂપ પ્રસંગે સિવાય મૃત્યુ તરત જ હેતું નથી. જન્મ પછી જીવન છે – અને જીવનને અંતે મૃત્યુ છે. પરંતુ મૃત્યુ પછી કોઈક ગતિમાં ગભ કે અન્ય રૂપે ન જન્મ તરત જ હોય છે. જન્મમાં બહુ વિવિધ્યા નથી હોતું. કેઈને જન્મ થયો હોય ત્યારે કેવી રીતે જન્મ થયે એ પ્રશ્ન સહેજે આપણને થતો નથી. પરંતુ કેઈકનું મૃત્યુ થાય છે ત્યારે કેવી રીતે મૃત્યુ થયું એ પ્રશ્ન આપણને સહેજે થાય છે, કારણ કે મૃત્યુમાં અપાર વૈવિધ્ય છે. વૃદ્ધાવસ્થાથી, જીવલેણ રોગથી. ઝેરી કે હિંસક પ્રાણીઓના ભંગ બનવાથી, કેઈક અકસ્માતથી, ખૂનથી, આત્મહત્યા કે સ્વાર્પણથી, ઘરમાં કે ઘરની બહાર એમ વિવિધ રીતે મૃત્યુને માટે અવકાશ હોય છે.