________________
-
-
-
-
-
-
નિયાણ
- ૧૯ કોઈક વખત કઠોર તપશ્ચર્યા ચાલતી હોય ત્યારે તપને ઉલ્લાસ ઘટી જાય અને કષ્ટ સહન ન થાય તેને વખતે તપશ્ચર્યા ન કરનાર એવા જ પિતાના કરતાં કેટલા બધા સુખી છે એ ભાવ જે તીવ્રપણે સેવાય તે તેવે પ્રસંગે અજાણતાં નિયણુ બંધાઈ જાય છે.
ઉદ્યાતનસૂરિકૃત “કુવલયમાલામાં એક ઉંદરની કથા આવે છે. પંદરમા તીર્થંકર ધર્મનાથ ભગવાન વિચરતા હતા ત્યારે એક વખત સમવસરણમાં એક ઉંદર આવે છે અને તલ્લીન બનીને ધર્મનાથ ભગવાનની દેશના સાંભળે
છે. એ ઉંદરને જોતાં જ બધાને એમ લાગે છે કે આ | કોઈ જે તે જીવ નથી. - ધર્મનાથ ભગવાનને એના વિશે પૂછવામાં આવે છે
ત્યારે તેઓ કહે છે, “આ ઉંદરને અત્યારે જાતિસ્મરણજ્ઞાને થયું છે અને તેથી તે અહીં ઉપદેશ સાંભળવા આવ્યો છે. પૂર્વના એક ભવમાં તે એક રાજકુમાર હિતે. તેણે દીક્ષા લીધી હતી. આરંભમાં તેને સાધુજીવન સારું લાગ્યું; પરંતુ રાજવૈભવમાં ઊછરેલા એવા તેને પછીથી તે ઘણું કઠેર અને કષ્ટપૂર્ણ લાગવા માંડ્યું. તેનાથી ઉગ્ર વિહાર અને તપશ્ચર્યા થતાં હતાં. એક દિવસ વિહાર કરતાં કરતાં રસ્તામાં એક ખેતરમાં આમતેમ આનંદપૂર્વક દોડાદેડી કરતા ઉંદરને જોઈને તેના મનમાં ભાવ થાય છે કે “મારા કરતાં આ ઉંદરે કેટલા બધા સુખી છે ! એમને વિહારનું કઈ કષ્ટ નથી કે ગેચરીની કોઈ ચિંતા નથી.”