________________
જિનતત્ત્વ
તેઓ પણ એવું જ નિયાણ બાંધે છે. એમનું તપ એટલું મેટું હતું કે જન્માક્તરમાં તેઓ એવું સુખ પ્રાપ્ત કરે છે, પરંતુ પરિણામે ત્યારપછી ભવાન્તરમાં તેઓ દુર્ગતિ પામે છે.
જૈન કસિદ્ધાંત પ્રમાણે જેટલા વાસુદેવ થાય છે તેટલા હમેશાં પૂર્વભવમાં નિયાણ બાંધવાપૂર્વક થાય છે, અને વાસુદેવ થયા પછી ભવાન્તરમાં તેઓ અવશ્ય નરકે જાય છે. એટલા માટે કહેવાયું છે કે જેટલા વાસુદેવે અને બલરામ થાય છે તેમાં વાસુદેવ હમેશાં નીચ ગતિવાળા બને છે અને બલરામ ઉદર્વગતિવાળા બને છે.
उढूढंगामी रामा केसव सव्वेवि ज अहोगामी । तित्थवि नियाण कारण मइउं अमइउं इम वज्जे ॥
[ બધા બલદેવ ઊર્ધ્વગતિવાળા હોય છે અને બધા વાસુદેવે નીચ ગતિવાળા હોય છે. ત્યાં પણ એ નિયાણુનું જ કારણ જાણવું. માટે નિયાણાને વર્જવું. 1.
જૈન પાંડવકથા પ્રમાણે દ્રૌપદીને પાંચ પતિ પ્રાપ્ત થાય છે તે પૂર્વજન્મમાં નિયાણ બાંધવાને કારણે દ્રૌપદી પૂર્વભવમાં સુકુમાલિકા નામની રૂપવતી શ્રેષ્ઠી પુત્રી હતી. તે નિરુપાયે, મન વગર, દીક્ષા લઈ સાધ્વી થાય છે. એક વખત પાંચ પુરુષો સાથે સમાગમ કરતી દેવદત્તા નામની વેશ્યાને જોઈને તેવા સુખની અભિલાષા થઈ જતાં સુકુમાલિક સાધવીથી નિયાણુ બંધાઈ જાય છે. પરિણામે જન્માક્તરમાં દ્રૌપદીના ભવમાં તેને પાંચ પતિ મળે છે.