________________ પૂર્વભવના ચરિત્ર સાથે પ્રાસંગિક કથાઓ પણ ગ્રંથકાર મહારાજે આપેલી છે, જેનું વર્ણન અત્ર નહીં કરતાં માત્ર વાચક જનસમાજને તે વાંચવાની જ ભલામણ કરવામાં આવે છે. તોપણુ અતિ સંક્ષિપ્ત સર્ગવાર અનુક્રમણિકા આ સાથે આપેલી છે. તે પરથી કેટલાક વિષય વાચકના જાણવામાં આવશે. આ પદ્યબંધ ચરિત્ર પંડિત હીરાલાલ હંસરાજે છાપેલું છે, તેના ઉપરથી આ ભાષાંતર કરવામાં આવ્યું છે. તેમાં કઈ કઈ ઠેકાણે શુદ્ધાશુદ્ધિ માટે તથા પડેલા પાઠની શંકા દૂર કરવા માટે લિખિત પ્રત્યંતરની અપેક્ષા રહી હતી; પરંતુ તે નહીં મળવાથી અથવા તથા પ્રકારની શ્રેષ્ઠ બુદ્ધિ ન હોવાથી કવચિત ખુલના થઈ હોય તો તેને વાચકવર્ગ વિદ્વાન મુનિરાજોની સહાયથી સુધારી લેશે અને ભાષાંતરકર્તાને ક્ષમા કરશે એવી પ્રાર્થના છે. આ ભાષાંતરના પ્રફ વાંચતાં છદ્મસ્થપણાને લીધે તેમજ દષ્ટિદોષનો સંભવ હોવાથી કવચિત શબ્દની અશુદ્ધિ કે તેમાં ફેરફાર રહી ગયો હોય તો તે વાચકવર્ગ સુધારીને વાંચશે એવી નમ્ર વિજ્ઞપ્તિ છે. આ ગ્રંથનું ભાષાંતર કરી છપાવવા માટે મુનિરાજ શ્રી ચિત્તવિજયજી મહારાજના સદુપદેશથી વઢવાણુકાંપનિવાસી વકીલ ગુલાબચંદ વાઘજીએ આથિક સહાય આપેલી છે; પરંતુ તે રકમનો ઉપયોગ આ બુક ભેટ આપવામાં કરવાનો હોવાથી કિમત ઘટાડવામાં તેને ઉપયોગ થઈ શક્યો નથી. તોપણ જેમ બને તેમ ઓછી કિંમત રાખવામાં આવી છે. ધનનો વ્યય કરનાર પુણ્યાનુબંધી પુણ્યશાળી જનોએ સાતે ક્ષેત્રોમાં ધનનો સદુપયોગ કરી સદ્દગતિના ભાજન થવું એગ્ય છે. ઈચલમ. ભાવનગર. શ્રી જૈન ધર્મ પ્રસારક સભા. ચૈત્ર શુદિ પૂણિમા. ભાવનગર, સં. 1983 1 પૃષ્ઠ ૪લીંટી 9 માર્ગ પતિત જોઈએ. પૃષ્ટ 168 શ્લેક. વિવે જોઈએ. 2 પૃષ્ટ 3 તથા 4 અનેક સ્થળે દુરભવ્ય જોઈએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust