________________
બિહુણ ]
પ્રસ્તાવના.
૧૯
૧ શ્રીપાનાથસ્તવ.૩૩ બિહાષ્ટક પ્રસ્તુત વિભાગમાં રૃ. ૧૯૪ ઉપર મુદ્રિત.
૨ કર્ણ સુંદરી નાટિકા. પાટણ નરેશક દેવ૩૪ સેાલકીના મહામાત્ય સપત્થર૩૫ (સાંતૂમહેતા )ની પ્રાનાથી પ્રેરિત થઈ ઉક્ત
૩૩. પાટણના ભ’ડારામાં તાડપત્ર પર લખાએલી એની પ્રતા મળે છે. જુએ સ્વ. ચિમનલાલ દલાલને ‘ગુજરાતનું સંસ્કૃત નાટક સાહિત્ય ’નામના લેખ.— વસંત ’; એઝાજી રા. ઈ. ૧, પૃ. ૨૧૭; નાથુરામ પ્રેમી કૃત વિદ્રત્નમાળા રૃ. ૯૭ ટિપ્સન.
૩૪. કર્ણદેવે વિ. સં. ૧૧૨૦ થી ૧૧૫૦ પર્યન્ત રાજ્ય કર્યું હતું.
૩૫ આમાં દેલવાડા ગામમાં બાંધેલા વિમળશાહના મદિરા સાથે સબંધ ધરાવનાર દક્ષિણ તરફની દેવકુલિકાઓમાંની એક અંદરની મૂર્તિના આસન ઉપર નિમ્નલિખિત આશયના એક લેખ કારેલા છે—
૬ વિ. સં. ૧૧૧૯માં રાજા ભીમના પ્રીતિપાત્ર થારાપદ્રીય વંશના અમાત્ય શાંતિની સ્ત્રી શિવાદેવીએ પેાતાના પુત્ર નિંન્ન(નીના) અને ગીગાના કલ્યાણાર્થે આ પ્રતિમા સ્થાપન કરી. ' આ લેખ પ્રાચીન લેખ સંગ્રહ દ્વિતીય ભાગ (જીનવિ.) પૃ. ૧૨૬, સંખ્યા ૧૫૪માં છપાયેલ છે પરંતુ તે બહુ જ અશુદ્ધ છે. ખરી રીતે તે નીચે મુજબ જોઈ એ—
थारापद्रीयसन्ताने भीमभूपाल वल्लभः । शान्त्यमात्यो महीख्यातोऽजनि श्रावकसत्तमः ॥ भार्या तस्य शिवादेवी श्रेयसे प्रतिमामिमाम् । नीन्नमीगाख्ययोः सुन्वोः कारयामास निर्मलाम् ॥
આ લેખમાં શાંતિ અને પ્રબંધચિંતામણિના શાંતુ એકજ પુરૂષ છે. આ લેખ ઉપરથી એ પણ જણાઈ આવે છે કે કદેવના પિતા ભીમના સમયમાં શાંતુ મંત્રી પદ પર નિમાયેા હતા.