________________
૬૮
જૈન સ્તોત્રનોદ [ ર૦ ઉપા. જયપાર્થ પાસેથી પ્રસાદ મેળવ્યા હતા અને માંડવગઢના ૧૧૧ ગ્યાસુદીનશાહની મહાસભામાં વાદિઓને વિજય પ્રાપ્ત કર્યો હતો.
એમના જન્મ, દીક્ષા, અવસાન, જન્મભૂમિ, કુળ અને માતાપિતા સંબંધે તપાસ કરવા છતાં કયાંય સાધન પ્રાપ્ત થયા નહિ
એટલે નિરૂપાય છું. વિજ્ઞપ્તિત્રિવેણીમાં જયસાગરપાધ્યાયે પણ તેઓને સિદ્ધાંતરૂચિગણિ એવા સામાન્ય વિશેષણથી તેઓને નિર્દેશ કર્યો છે તેથી ત્યાર બાદ એમને મહાપાધ્યાય પદ મળ્યું હોય એમ સંભાવના થાય છે.
એમના શિષ્યો
૧ સાધુસેમ-એમણે સં. ૧૫૧૨માં અમદાવાદમાં ખીમરાજની શાળામાં પુષ્પમાળા પર વૃત્તિ, સં. ૧૫૧માં જિનવલ્લભસૂરિકત મહાવીરચરિયં–- (ચરિત્ર પંચક) પર વૃત્તિ અને નંદીશ્વરસ્તવવૃત્તિ ( બાલચંદ્ર યતિ ભં. કાશી) રચી.
૨ વિજયસેમ-એમની સહાયતાથી માંડવગઢના મંડન શેઠે (મંડન ૧૨ કવિએ) શાસ્ત્રસંગ્રહ લખાવ્યા હતા. તેમાંની સં. ૧૫૩૨માં લખાયેલી ભગવતીસૂત્રની પ્રત પાટણના શેઠ હાલાભાઈના ભંડારમાં, દર્શનશુદ્ધિપ્રકરણ વૃત્તિની પ્રત આ. વિ. વી. સૂ. સં. શા. ભ. રાધનપુરમાં (પ્રશસ્તિસંગ્રહ ભા. ૨, પ્રત નં. ૧૫૦), અને ખરતરગચ્છીયા સમાચારીની પ્રત જે. આ. પુ. સુરત (પ્રશ. ભા. ૨, પ્ર. નં. ૧૫૨ ) માં અદ્યાવધિ સુરક્ષિત દષ્ટિગોચર થાય છે.
૩ અભયસેમ-એમના શિષ્ય હર્ષરાજે સંધપક પર લઘુવૃત્તિ રચી (પી. ૫, ૨૧૫).
૧૧૧ માંડવગઢના પાતશાહ ખિલજી મહમૂદના પુત્ર.
૧૧૨ એ પિતે શ્રેષ્ઠ વિદ્વાન હતું. એણે વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, અલંકાર, અને સંગીત આદિ વિષયો પર મંડન શબ્દાંક્તિ અનેક ગ્રંથ લખેલ છે. એની વિદ્યમાનતામાં જ એના મિત્ર મહેશ્વરકવિએ સાત સર્ગમાં કાવ્ય મનહર રચેલ છે. જેમાં એના પૂર્વજો અને એને જીવનવૃત્તાંત સંક્ષેપમાં વર્ણવેલ છે.