________________
શ્રી મદ્રાધિરાજ સ્તોત્ર. ૩૩૭ (૧૦૭) સંતરા–સર્વ જીવાજીવાદિ તત્ત્વને પ્રકાશ-ઉપદેશ કરનાર
હેવાથી તે તોના ઈશ્વર. (૧૦૮) શિવથીસીહ્યા--મોક્ષ લક્ષ્મીના સુખને આપનાર
આ પ્રમાણે સર્વ વસ્તુના જાણનાર અને જગતના ગુરૂ એવા શ્રી પાર્શ્વનાથપ્રભુના ઉચ્ચ ૧૦૮ નામ આ સ્થળે જણાવ્યાં છે. (૧૫) - પરમ પવિત્ર, ધ્યાન કરવા યોગ્ય, પરમ આનંદના દેનારા, હમેશાં ભક્તિ તથા મુક્તિના આપનાર અને મંગળના આપનાર આ ૧૦૮ નામ (પાર્શ્વનાથપ્રભુના) જાણવાં. (૧૬)
શ્રીમત–ઉચ્ચ કલ્યાણ અને સિદ્ધિના આપનાર, ઉત્કૃષ્ટ લમીવાળા એવા શ્રીમાન પાર્શ્વનાથભગવાન તમારા કલ્યાણ માટે થાઓ. (૧૭)
ધરણેન્દ્રની ફણારૂપ છત્રથી અલંકૃત, અને પદ્માવતી દેવીથી અધિષ્ઠિત છે શાસન જેઓનું એવા શ્રી પાર્શ્વનાથપ્રભુ તમને મોક્ષ લક્ષ્મી આપે. (૧૮)
[ હવે યંત્ર બનાવવાની વિધિનું વર્ણન કરે છે.]
કમલની મધ્યમાં રહેલા, કેવળજ્ઞાનરૂપી સૂર્યવાળા જગતના ઈશ્વર શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ૩૪ ર્દી પ્રર્દી આ બીજાક્ષર સહિત ધ્યાન ધરવું. (૧૯)
ડાબી બાજુ પદ્માવત, જમણી બાજુ ધરણેન્દ્ર અને આજુબાજુ મંત્રરાજના અક્ષરોથી યુક્ત અષ્ટદલ કમલ કરી તે આઠે દલમાં નમો અરિહંતાળ આદિ પાંચ અને જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણ લખવા. એ [ આઠે પદ ] ધર્મ, અર્થ અને કામને આપનાર થાય છે.( ૨૦-૨૧ ).
પછી સુંદર ૧૬ સોળ પાંખડીના બનાવેલા ખાનામાં ૧૬ વિદ્યાયંત્રની આકૃતિ માટે જુઓ આ સાથે આપેલો “ચિંતામણિ યંત્ર.”