________________
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ઑત્ર”
૩૨૯
યંત્ર ( કમલ)ના મધ્યમાં સ્કુરાયમાન નીલમણિના સમાન વર્ણવાળા, કેવળજ્ઞાનથી સંપૂર્ણ એવા આપનું ૐ હ્રીં શ્રીં ગર્વે આ ચાર વર્ણથી યુક્ત (ચાર વર્ણ સ્થાન અનુક્રમે આ પ્રમાણે- મસ્તકે, હેં વામ ભુજાએ, શ્રી પગે અને ગર્વે જમણી ભુજાએ–ચારે વર્ણથી) ચારે દિશામાં ઘેરાએલા યોગી તેમજ રાગદ્વેષ જીતનાર આપનું સ્મરણ કરે છે. ૭-૮
ડાબી બાજુ શાસનની ઉન્નતિ કરનાર પદ્માવતી દેવી, અને જમણી બાજુ શ્રી પાર્શ્વપ્રભુના હંમેશના ભક્ત શ્રી ધરેણું-નાગરાજની સ્થાપના કરવી. ૯.
તેની આજુબાજુ અષ્ટદલ કમલમાં બીજા ક સિવાય પાંચ કેના પદોથી મંત્રરાજના વાકયે લખી વેષ્ટિત કરવાં. ૧૦.
તેની આજુબાજુ સેળ પાંખડીઓ વાળા કમલમાં રોહિણી પ્રમુખ સોળ ૧૬ વિદ્યાદેવીઓ, અને તેને ફરતા ચોવીસ ૨૪ પાંખડીઓ વાળા કમલમાં ૨૪ જીન માતાઓનાં નામ (લખવાં) સ્મરણ કરવાં. ૧૧.
ત્રણ પ્રકારે માયાબીજથી ત્રણ વખત વેષ્ટિત કરી તેની રેખાની આગળ શું સ્થાપન કરી (દશ) દિપાલ અને (નવ) ગ્રહથી વેષ્ટિત કરવાં ૧૨.
મંત્રના આદ્ય બીજાક્ષર ( 8 ) પૂર્વક ૨૪ દલ કમલમાં બે પ્રકારે ૪–૮–૧૦–૨, આ પ્રકારે કોણ-ખુણામાં ૨૪ જિનેશ્વરોનાં નામ લખવાં. ૧૩. '
* આવી રીતે ભૂમંડળ પર ચતુરસ્ત્રવજીના આકાર રૂપ ધરા વર્ણ (પૃથ્વી તત્ત્વ) વગેરેથી અંકિત દિશાઓ અને વિદિશાઓમાં લાંકિત શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ધ્યાન ધરવું. ૧૪.