________________
૩૩૦.
મંત્રાધિરાજ-ચિંતામણિ ( આ પ્રમાણે ત્રણે લોકથી પૂજિત, જ્ઞાનના બીજ સમાન, જગતને વંદનીય અને સર્વતત્વના એક નાયક તુલ્ય શ્રી ચિંતામણિ નામે ચક્ર (યંત્ર) થાય છે. ૧૫.
વિધિ પૂર્વક આચાસ્લાદિ (આયંબિલ, ઉપવાસાદિ) તપમાં રહી ૧૨૦૦૦ બાર હજાર (સુગંધિત) પુષ્પ વડે આ યંત્રનું [ચિંતામણિ મંત્રના અક્ષર વડે ] પૂજન કરવું. ૧૬.
તાંબા પત્ર પર, વહિ (કાગળ) પર, ભેજપત્ર પર ગેરચંદન વગેરે સુગંધી દ્રવ્યવડે સેનાની કલમથી આ યંત્ર લખી જે મનુષ્ય પૂજન કરે તેને તુષ્ટમાન થઈ શ્રી પાર્શ્વનાથ પ્રભુ (અહિયાં અનુમાનથી શ્રી પાર્શ્વનાથપ્રભુના અધિષ્ઠાયક દેવ લેવા, કારણકે ઇતર સંપ્રદાયાનુયાયિઓની માફક જૈન તીર્થકર દેવ તુષ્ટમાન થાય છે ત્યા કપાયમાન છે એવી માન્યતા ધરાવતાજ નથી કારણ કે તીર્થકરે નિર્વાણ પામેલા છે) પ્રત્યક્ષ થઈ દર્શન આપે અને ઇચ્છિત વસ્તુનું દાન કરે. ૧૭–૧૮.
હવે અંતરાત્માની શુદ્ધિને માટે પ્રભુનું ચાર પ્રકારે ધ્યાન ધરવું. ચાર પ્રકારના ધ્યાનનાં નામ:-૧ પિંડસ્થ, ૨ પદસ્થ, ૩ રૂપસ્થ અને ૪ રૂપાતીત. ૧૯, દયાનનું સ્વરૂપ
શરૂઆતમાં પવિત્ર થઈ, શુદ્ધ, અત્યંત નિર્મલ અને દિવ્ય રૂપે આમાને ઉપર જણાવેલ પૃથ્વી વગેરે પાંચ ધારણાથી અને ક્ષિા ઋ વાણા આ પાંચ મહાભૂત વડે સાક્ષાત કરી ચાર પ્રકારે ધ્યાન ધરવું. ૨૦-૨૧. પિંડસ્થનું સ્વરૂપ–
કમળના આસને બિરાજમાન તે પ્રભુની પેઠે આત્માને તત્ત્વથી ઓળખી તેનું ધ્યાન ધરવું તે પિંઠસ્થ ધ્યાન કહેવાય છે. ૨૨