________________
૧૩૮ જૈન સ્તવનોદ [૮ શ્રી શિવ સુંદર
૩૮ શિવસુંદર આ નામની બે વ્યક્તિઓ ઇતિહાસને પાને ચઢેલી નજરે પડે છે તે આ પ્રમાણે—
૧ ખરતરગચ્છીય ખેમશાખા સંસ્થાપક ક્ષેમકીર્તિ સંતાનીય શિવસુંદર પાઠક. એમના શિષ્ય હેમસેમ-જ્ઞાનાનંદના શિષ્ય ભુવનકીતિ (બીજા)એ સં. ૧૭૦૩ મહાવદિ ૧૧ ગુરૂ ખભાતમાં ગજસુકુમાળચોપાઈ, સં. ૧૭૦૬ મહા સુદિ ૩ ગુરૂ ઉદયપુરમાં અંજનાસુંદરીરાસ ર.
૨ કવળાગચ્છીય. (જિનવિ. પ્રા. લે. . ૩૧૬ સં. ૧૯૦૩). આ બેમાંથી અહિં પૂ. ર૦૪ પર મુદ્રિત યમકમય સ્તોત્રના કર્તા કેણ હશે તેને નિર્ણય કરવું મુશ્કેલ છે. તથાપિ પ્રતે જરા જીર્ણ અવસ્થાની ઉપલબ્ધ થાય છે તેથી ખેમશાખાના જ આચાર્ય હેય એમ મારું માનવું છે.
આ સિવાય એમની કૃતિ વસંવરસંગ પાર્શ્વજિનસ્તવન સટીક પ્ર. જે. છે. મહેસાણા મળી આવે છે. ' ઉપસંહાર–
આ વિભાગમાં આપેલાં દર સ્તોત્રોના ૩૮ રચયિતાઓને ટુંક પરિચય અહિં સમાપ્ત થાય છે. ગચ્છવ્યાહ તથા કદાગ્રહને દૂર રાખી
ખરતર, તપ, અંચલ, અને પાર્ધચંદ્ર વગેરે કોઈને પણ ભેદભાવ રાખ્યા સિવાય દરેકને એગ્ય ન્યાય આપવામાં આવેલ છે, છતાં ઈતિહાસને વિષે અત્યંત ગહન અને પુષ્કળ શોધખોળને માંગનારો હોવાથી કોઈ સ્થળે ખુલના થવા પામી હોય અગર કોઈની લાગણી દુખાય તેવા શબ્દો લખાયા હોય તે તેની ક્ષમા આપવી એ સજ્જનને ધર્મ છે.
પ્રસ્તાવના લગભગ ચાર પાંચ ફરમા જેટલી લખવા ધારેલી, પરંતુ તેત્રપ્રણેતાઓની ગુરુપરંપરા, શિષ્યસંતતિ, અન્ય કૃતિઓ