________________
૭૧૬ મંત્રાધિરાજ-ચિંતામણિ
પચીશ, એંસી, પંદર અને પચાસ એ પ્રમાણે તીર્થ કરીને સમુદાય ભક્તિવંત ભવ્ય જીવોના સમગ્ર પાપને નાશ કરો. ૩
વિશ, પીસ્તાલીશ, ત્રીશ અને પંચોતેર એટલા તીર્થ કરે ગ્રહ, ભૂત, રાક્ષસ અને શાકિનીના ઘેર ઉપસર્ગને વિનાશ કરો. ૪
સીત્તેર, પાંત્રીશ, સાઠ અને પાંચ એટલા જિનેશ્વરો વ્યાધિ, જળ અથવા જ્વર, અગ્નિ, સિંહ, હાથી, ચોર અને શત્ર સંબંધી મહા ભયને દૂર કરે. ૫
પંચાવન, દશ, પાંસઠ અને ચાલીશ એટલા સિદ્ધ થએલા તીર્થકરે કે જેઓ દેવ અને અસુરોથી નમસ્કાર કરાએલા છે તેઓ મારા શરીરનું રક્ષણ કરે. ૬
૩૪ હું અને તરણું તથા વળી ફરીથી હું અને હું એ પ્રમાણે મંત્રના બીજાક્ષર સહિત મધ્યમાં સાધકનું નામ લખવું એ રીતે નિશ્ચ કરીને સર્વતોભદ્ર (નામ) યંત્ર થાય છે. ૭
તે યંત્રમાં ૩૪ (પ્રણવબીજ), ધ્ર (માયાબીજ) અને આ (લક્ષ્મીબીજ), એ ત્રણ મંત્ર બીજ પૂર્વક સોળ વિદ્યાદેવીઓનાં નામ લખવાં તે આ પ્રમાણે–રોહિણ, પ્રજ્ઞપ્તિ, વજશૃંખલા, વજકશી, ચક્રેશ્વરી, નરદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, મહાજ્વાળા, માનવી, વેટયા, અચ્છમા, માનસી અને મહામાનસિકા આ સર્વ વિદ્યાદેવીઓ રક્ષણ કરે. ૮-૯
પંદર કર્મભૂમિ માં ઉત્પન્ન થએલા ઉત્કૃષ્ટ એકસે ને સીત્તેર જિનેશ્વરે [ શ્રી અજિતનાથ તીર્થકરના સમયમાં એકસો ને સીત્તેર જિનેશ્વરે વિદ્યમાન હતા તે આ પ્રમાણે –એક એક મહાવિદેહ ક્ષેત્રની બત્રીશ બત્રી વિજય હેવાથી પાંચ મહાવિદેહ ક્ષેત્રની એકસો સાઠ વિજયમાં એક એક તીર્થકર હોવાથી એકસો સાઠ તીર્થ કરે, વળી પાંચ ભારત અને પાંચ એરવત ક્ષેત્રમાં એક એક ક્ષેત્રમાં એક એક કુલ દશ ક્ષેત્રમાં દશ, સર્વ એકઠા મળી એકને સીત્તેર જિનેશ્વરે ],