________________
તિજયપહત્ત સ્તોત્ર
૩૦૭
ભાવાર્થ –
આનંદના ઉલ્લાસપૂર્વક નમસ્કાર કરતા ઈદ્રોના મસ્તક ઉપર રહેલાં પુષ્પ વડે પૂજાએલા છે ચરણો જેમના એવા ૧૦ જિનેશ્વરેને નમસ્કાર કરીને તેઓનુંજ સ્તવન રચું છું. ૧
જંબુદ્વીપના એક ભારત અને એક અરવતક્ષેત્રમાં એકેક તથા મહાવિદેહક્ષેત્રની ૩૨ વિજય છે તે દરેકમાં એકેક, આ પ્રમાણે ૩૪ જિનેશ્વરેને વંદન કરું છું. ૨
જબુદ્વીપ કરતાં ધાતકીખંડનું પ્રમાણ બમણું હોવાને લીધે તેમાં રહેલા બે ભરત અને બે અરવતક્ષેત્રમાં બે, એ પ્રકારે ૪ જિનવરોને ભક્તિપૂર્વક નમસ્કાર હે. ૩.
ધાતકીખંડમાં બે મહાવિદેહક્ષેત્રો હોવાથી તેની ૬૪ વિજેમાં ઉત્પન્ન થએલા, અને કેવલજ્ઞાનથી પ્રકાશિત કરેલા ત્રણે જગતના અજ્ઞાનરૂપી અંધકારને તેમજ ગાઢ પાપનો નાશ કરનારા જિનેશ્વર દેવને નમરકાર–વંદન હો. ૪
પુષ્કરાર્ધક્ષેત્રમાં પણ પ્રમાણમાં તેટલાજ (ધાતકીખંડના સમાનજ) અષ્ટકર્મરૂપ શત્રુઓને નાશ કરનારા જિનૅકોને સ્તવું છું ૫. ( શ્રેષ્ઠ સુવર્ણ (પીતવર્ણ, શંખ (વેતવર્ણ), પરવાળા (રક્તવર્ણ ), મરકત મણિ (નીલા), વર્ષાદથી પૂર્ણ વાદળાં જેવા (શ્યામ) વર્ણવાળા, મોહ રહિત અને સર્વ દેવતાઓથી પૂજિત ૧૭૦ જિનેશ્વરોને વંદન કરું છું. ૬ - દાવાનલ, રાજ, પાણી, ચોર, વિજળી, સર્પ, હાથી, વિસ્ફોટક, સિંહ, મારી (મરકી) અને બંધન વગેરે ભય (જેઓના) સ્મરણ માત્રથી તત્કાલ નષ્ટપણાને પામે છે. ૭
આ યંત્રમાં રહેલા ૧૭૦ જિનેશ્વરદેવનું આનંદથી પુલકિત દેહવાળે થઈને જે મનુષ્ય ધ્યાન કરે છે તેને કોઈ પણ પ્રકારના રોગ