________________
શ્રીજૈનસ્તોત્રનો
૨૧ જિનસમુદ્ર
સં. ૧૫૨૧ના ઉલ્લેખયુક્ત સિદ્ધહેમ વ્યાકરણની પ્રત પાટણ વાડીપાશ્વ નાથના ભંડારમાં છે. એમના અધ્યયન માટે સં. ૧૫૦૦ની ઉલેખયુક્ત ક્રિયારત્નસમુચ્ચયની ખાસ જયસાગરજીના પિતાના હસ્તાક્ષરે લખાયેલી પ્રત પાટણના ભંડારમાં છે..
૨ એમના માટે સં. ૧૫૩૨ માં લખાયેલી પ્રાકૃત વ્યાકરણની પ્રત પાટણના સંઘના ભંડારમાં છે તેના ઉપર સ્પષ્ટ ઉલ્લેખ છે. એમના રચેલા કોઈ પણ ગ્રંથ હજુ સુધી અમારા જેવામાં નથી આવ્યા. જે. ચં. પૃ. ૨૯૮માં એમણે બાલશિક્ષા વ્યાકરણ રચાનું જેસલમેરની ટીપમાં જણાવેલ છે.
૩ એમના અધ્યયન માટે લખાયેલ શશધર નામના તર્કગ્રંથની પ્રત હાલાભાઈના ભંડારમાં (પાટણમાં) સંગ્રહિત છે. તેના ઉપર પણ ઉલ્લેખ છે.
૪ એ સારા વિદ્વાન હતા. સં. ૧૬૫૪માં બીકાનેર (રાજપુર તાના મારવાડ)માં રાજસિંહના રાજ્યમાં એમણે મહેશ્વર કવિ કૃત શબ્દપ્રભેદકોષ ઉપર વિસ્તૃત વૃત્તિ રચી હતી (પી. ૨, ૧૨૪) આ ટીકાની એમના જ ઉપદેશથી સં. ૧૬૫૭માં લખાયેલી (ઉલ્લેખયુક્ત) પ્રત પાટણના સાગરગચ્છના ઉપાશ્રયમાં મોજુદ છે.
૫ ઉપરોક્ત ટીકા રચવામાં એ સહાયક હતા. અને જિનેશ્વરસૂરિ (યા જિનદેવ ?) કૃત શિલછનામકશ પર ટીકા, સં. ૧૬ ૬ ૧માં જોધપુરમાં સૂરસિંહના રાજ્યમાં હેમચંદ્રાચાર્યના લિંગાનુશાસનપરની દુર્ગપ્રબંધનામની વૃત્તિ (કાં. છાણી) . નં. ૧૬૯૨, સં. ૧૬ ૬૭ માં અભિધાનનામમાલા પર સારોદ્ધાર નામની વૃત્તિ રચી હતી, વિશેષ ધ્યાન ખેંચે તેવી વાત તો એ છે કે પોતે ખરતરગચ્છના હોવા છતાં અને તપાગચ્છ સાથે ઝઘડા ચાલતા હોવા છતાં તપાગચ્છના આચાર્ય વિજયદેવસૂરિની સ્તુતિરૂપે ૧૯ સર્ગમાં સં. ૧૬૯૯ માં પુરું કરેલું વિજયદેવસૂરિ મહામ્ય ટુંકી ટીકા સહિત રચ્યું (બુહુ ૩, , ૧૫૬; પ્ર.