________________
બિલ્ડણ ]
પ્રસ્તાવના.
બિહણ નામની અનેક વ્યક્તિઓ ભિન્ન ભિન્ન સમયે થએલી છે. જેમકે-૧ સં. ૧૧૯૪માં જયસિંહ રાયે ભરૂચમાં તાડપત્ર પર વિમલસૂરિકૃત પરિચરિત્રની પ્રત લખનાર (જે. ૧૭). ૨ વિજાપુર પૌષધશાળાના ચાર કાર્યવાહક પૈકીને એક
–જુઓ પ્રશસ્તિસંગ્રહ ભા. ૧ પૃ. ૪૮-૪૯-૫૪. ૩ વિધ્યવર્માને સંધિવૈગ્રહિક અને મંત્રી. એ અજુનવર્મા અને દેવપાળના સમય સુધી મંત્રીપદે રહ્યો હતો. માંડુમાંથી મળેલા વિંધ્યવર્માના લેખમાં નીચેના શબ્દો નજરે પડે છે-વિચથર્મવૃત્તેિ પ્રારંભૂ સાબૈિદિક વિહુવિ સં. ૧૨૯૨ માં દેવપાળના રાજ્યકાળમાં ત્રિષષ્ટિસ્કૃતિ અને વિ. સં. ૧૩૦૦ જૈતુગિદેવના રાજ્યકાળમાં ધર્મામૃતશાસ્ત્ર ઉપર ભવ્યકુમુદચંદ્રિકા ટીકા રચનાર જૈન પંડિત આશાધરે૪૪ ઉપરોકત ધર્મામૃતની ટીકામાં આ વિહણને ઉલ્લેખ કર્યો છે. અને તે જ આશાધર સં. ૧૨૮પમાં
૪૩ આ લેખમાં જણાવેલ છે કે – बाललीलाहवे यस्य जयसिंहे पलायिते ।
दिक्पालहासव्याजेन यशो दिक्षु विजृम्भितम् ।। અર્થાત જયસિંહને પરાભવ આ દાનપત્રના સમયપૂર્વે હોવો જોઈએ એ બનાવની મોડામાં મોડી સાલ સં. ૧૨૭ર સંભવે છે. આ સંબંધમાં પ્રભાસપાટણના મોટા દરવાજા ઉપરને સં. ૧૨૭૩નો ભીમદેવને લેખ વિચારો. * ૪૪ આ આશાધર પંડિત નલકચ્છનિવાસી સુશ્રાવક આહણને પુત્ર હતા. વિધ્યવર્માના સંધિવૈગ્રહિક વિલ્હણના મિત્ર સુભટ વર્મા
અને અજુનવર્માના સમયમાં તેમ તેના પછી દેવપાળ અને જૈતુગિ. દેવ કિવા જયસિંહદેવ (બીજા)ના સમય સુધી હયાત હતા. એણે અર્જુનવર્માની પ્રીતિ પણ મેળવી હતી. એણે પોતાના રચેલા ગ્રંથોને નામનિર્દે શ પ્રતિષ્ઠાસારોદ્ધારની પ્રશસ્તિમાં કરેલ છે. ( જુઓ મુદ્રિત આવૃત્તિ હિંદી ભાષાનુવાદ યુક્ત).