________________
પ્રભસૂરિ]
પ્રસ્તાવના
૪૭
શાહે દેલતાબાદના દિવાન ઉપર પત્ર લખી બહુમાનપૂર્વક તેડાવ્યા. એટલે જયેષ્ઠ સુદિ ૧૨ રાગે ગુરૂએ પ્રસ્થાન કર્યું. માર્ગમાં અલ્લા પપુરે દેઢ માસ સ્થિરતા કરી જૈનધર્મની પ્રભાવના કરતા કરતા પાતશાહને મલ્યા.
એક દિવસે વરસતા વરસાદમાં કાદવથી ખરડાયલા પગે ગુરૂ શાહ પાસે પહોંચ્યા. શાહે મલિક્ઝાકૂર પાસે શ્રેષ્ઠ વસ્ત્રથી પગ લૂછાવ્યા. ગુરુએ આપેલા આશિર્વાદથી શાહ ખુશ થયો. ગુરૂએ અવસર જેઈ ઉપરોક્ત મહાવીર પ્રભુની પ્રતિમાની માગણી કરી. શાહે તુગુલકાબાદના ભંડારમાંથી મંગાવી અર્પણ કરી. પાલખીમાં પધરાવી મલિતાજદીન સરાઈમાં લાવી વાસક્ષેપ નાંખી સ્થાપિત કરી. - ચૈત્ર સુદિ દશમીએ રાગ શાહને પુછી શા. થિદેવના પુત્ર ઠ.મદને કરાવેલા નંદી મહોત્સવ પૂર્વક પાંચ શિષ્યોને દીક્ષા આપી, અને માલારોપણાદિ ક્રિયાઓ કરાવી. અષાડ સુદિ ૧૦ મીએ ૧૩ નવીન જિનબિંબની પ્રતિષ્ઠા કરી. જેમાં બિંબ ભરાવનારાઓએ તેમજ શાહ મહારાજનના પુત્ર અન્યદેવે દ્રવ્યને સદુપયોગ કર્યો.
ગુરૂને હમેશાં આવતાં જતાં કષ્ટ થાય એમ સમજી શાહે પિતાના મહેલ પાસે જ નવીન સરાય બનાવી ભટ્ટારક સરાય નામ આપ્યું અને સુરિજીને શ્રાવકે સહિત ત્યાં રહેવા ફરમાવ્યું. ત્યાં શાહે પિૌષધશાળા અને મહાવીર ચેત્ય બનાવ્યાં. સં. ૧૩૮૯ અષાડ વદિ ૭ના રોજ મહત્સવપૂર્વક ગુરૂએ પૌષધશાળામાં પ્રવેશ કર્યો.
મહમ્મદશાહને પુછીને ૧૪ સાધુઓ સાથે જિનદેવસૂરિને દિલ્હીમાં સ્થાપિત કરી ગુરૂએ દક્ષિણ દેશ (મરહમંડળ) તરફ વિહાર કર્યો. શાહે સુખાસનાદિ સામગ્રી આપી. ગામેગામ ધર્મની પ્રભાવના કરતા . કેમે કરીને દોલતાબાદ પધાર્યા. પ્રવેશ મહત્સવ થયો ત્યાંથી પ્રતિષ્ઠાન
પુરે સંઘપતિ જગસિહ–સાહણ-માલદેવ પ્રમુખસંધ સાથે જીવિતસ્વામીમુનિસુવત પ્રતિમાની યાત્રા કરી.