________________
બિહુણ ]
પ્રસ્તાવના.
૧૭
તા. પૃ. ૧૪૫ ). તે કાશ્મીરના ૬ ખાનમુખ ગામનેા રહીશ, કૌશિક ગાત્રી બ્રાહ્મણ હતા. એના વિદ્વાન પૂર્જાને કાશ્મીરના ગેાપાદિત્ય રાજાર૭ મધ્યદેશમાંથી૮ કશ્મીરમાં લાવ્યા હતા. જેમાં મુખ્ય મુક્તિકળશ હતા, તે અગ્નિહેાત્રી હતા. તેના પુત્ર રાજકળશ તે પણ અગ્નિહેાત્રી હતા. ઉપરાંત દાની, પરાક્રમી અને વેદવિદ્યાપારગત હતા. એણે જનસુખા વ્યાખ્યાન સ્થાના, કુવા અને પ કરાવી હતી. તેને પુત્ર જ્યેષ્ઠ કળશ હતા તેણે મહાભાષ્ય૨૯ ઉપર ટીકા કરી છે ( પણ ડૉ. મુલ્હર કહે છે કે તે ક્યાંય ઉપલબ્ધ થતી નથી ). તેને નાગદેવી નામની સ્ત્રીથી ખ઼રામ, વિષ્ણુ અને આનંદ એમ ત્રણ પુત્રો થયા. તે ત્રણે વિદ્વાન અને કવિ હતા. વિલ્હેણું કાશ્મીરમાં રહીને વેદ, વેદાંગ, વ્યાકરણ, સાહિત્ય આદિ શાઓને અભ્યાસ કર્યાં અને એની કવિતાની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઇ.
રાજા કળશના સમયમાં તેની સાથે કાંઈક કચવાટ થવાથી તે ત્યાંથી નીકળ્યા. અને કર્ણાટકમાં જઇને રહ્યો. તથા સ્વદેશમાં મુસાફરી કરી. તે મથુરાં, વૃંદાવન, કનેાજ, પ્રયાગ અને કાશીમાં
૨૬ હાલનું ખુનમેાહ જે કાશ્મીરની રાજધાની શ્રીનગરથી ૩ માઈલ દૂર જયંવત નામના સ્થાન પાસે છે.
૨૭ ગેાનંદવંશી અક્ષને પુત્ર હતા.
૨૮ હિમાચલ અને વિંધ્યાચલની વચ્ચેના પ્રદેશ. જેને આજકાલ સંયુકત પ્રાંત કહેવામાં આવે છે. વિશેષ માટે જુએ નાગરીપ્રચારિણી પત્રિકા પુ. ૩, અંક ૧માં છપાએલા 'શ્રીયુત ધીરેન્દ્રવર્મા M. A,ના મધ્યદેશને વિકાસ' એ નામને લેખ,
૨૯ પાણીનીએ રચેલી અષ્ટાધ્યાયી ઉપર પાતંજલ ઋષિએ કરેલા ભાષ્યની જ મહાભાષ્ય સંજ્ઞા છે.
૩૦ કાશ્મીરના રાજા ઈ. સ. ૧૦૬૩-૧૦૮૯