________________
૨૦
श्रीजेनस्तोत्र सन्दोह
[ પ મહાકવિ
મંત્રી દ્વારા પ્રવર્તિત થએલ ભગવાન્ નાભેય [ઋષભદેવ ]ની યાત્રા મહાત્સવ પર અભિનય કરાવવા સારૂ આ નાટિકા રચવામાં આવી હતી. જેને નાયક સ્વય' રાજા કર્ણદેવ હતા. આ નાટિકામાં ગર્જન ઉપર ગૂજરાએ ચઢાઇ કરીને ત્યાંના લશ્કરને હરાવ્યું. એવા ઉલ્લેખ કરેલા છે, તે સંબધમાં એવું ધારી શકાય કે ગૂર્જર સૈન્યે ગીઝની વંશના બાદશાહના લશ્કર સાથે યુદ્ધ કર્યું હશે.
કવિએ નાંદીમાં પ્રથમ જિનેશ્વરનું આશીર્વાદાત્મક મંગલાચરણ કરેલું છે એનું કારણ એ છે કે મહામાત્ય સૌંપત્ઝર તરફથી તેને સારે આશ્રય મળેલા હતા.
૩ વિક્રમાંક દેવચરિત. આ કાવ્ય પેાતાની વૃાવસ્થામાં આશ્રય આપનાર કલ્યાણપુરના રાજા વિક્રમાદિત્યને ઉદ્દેશીને વિક્રમ સ. ૧૧૪રના આસપાસમાં રચ્યું. એ ગ્રંથ દક્ષિણના સેાલકીયાના ઇતિહાસ જાણવા સારૂ ઉપયાગી છે.
૪ વિષ્ણુ ચરિત્ર. આની અધિકાંશ પ્રતિમાં કર્તાનું નામ મળતું નથી, પરંતુ કાવ્યમાળામાં છપાયેલ પુસ્તકના કર્તાનું નામ • કાશ્મીરિક બિલ્હેણુ કવિ' મળે છે. જે વિશ્વાસ કરવા યાગ્ય નથી.
વાસ્તવિક રીતે જોતાં તેા એ ગ્રંથ બિલ્હણના રચેલા નથી જણાતા. અને તેના કર્તાને બિલ્હણના વૃત્તાન્તનું જ જ્ઞાન નથી. ઉકત પુસ્તકમાં લખેલું છે કે— ગુજરાતના રાજા વૈરસિહના ૬ રાજ્ય
૩૬ કેટલાક વિદ્વાનેાનું એમ માનવું છે કે એ સ` પાત્રો કલ્પના રૂપ છે. કારણ કે એક જગાએ કવિ બિલ્હણ પંજાબના હાકેમ ક્ષિતિપતિ કિવા ક્ષિતિપાળને ત્યાં રહ્યો હતા તે દરમ્યાન તેની પુત્રી સાથે સ્નેહ બંધાયા અને વાત જાહેર થતાં દેશ ત્યાગ કરવા પડયેા. તેના સ્મરણરૂપ બિલ્હણે આ પંચાશિકા રચી એમ લખ્યું છે ત્યારે જૈન સાધુ જ્ઞાનાચાયે ( જૈન શ્વેતાંબર કાન્ફરન્સ તરફથી છપાયેલી જૈન રાસ માળા મુજબ સારંગે ) જુની ગુજરાતીમાં બિલ્હેણુ કાવ્ય રચ્યું છે