Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૦૮ ] : પાપળે અને તેની સ્થિતિ.
[ ર. બીજી તરેહના વાજીંત્રો હોય અને ત્રીજી જગાએ કદા પણ વાજીત્ર ન હોય તે તેથી કરીને ઉતર નિયમને અનુસરી કાર્ય પાર પાડવું. આવા આવા ઘણા ઘણુ નિયમો મુખ્યત્વે કરીને ક્રિયા અને વ્યવહાર માર્ગને અનુસરતા હોય તે માટે વખતે વખત શ્રી સંઘે સુધારા વધારા કરીને દેશ કાળને માન આપવું જોઈએ. હાલ એ કાર્ય આપણે જેન કોન્ફરન્સ ઉપાડી લીધેલ છે. અને આ પણ જેન કેન્ફરન્સ એ પણ સંઘ છે. આપણે ઈચ્છીશું કે આપણું સંઘનાં ચારે અંગે યથાવિધિ યુક્ત રીતે ચારે અંગો તેમાં ભાગ લે અને આપણું જૈન શાસનની ભા–મહત્તામાં બનતે વધારે કરે. એ ઈચ્છવા જોગ છે. વ્યવહારઉપયેગી ધારા અને નિયમોમાં ફેરફાર કરવાની શ્રી સંઘને સત્તા હાય એવી મારી માન્યતા છે અને એવી સત્તા હી હાની કરતાં લાભ વિશેષ થશે. આવા વિચારો રજુ કરતાં જે મારી શુદ્ર બુદ્ધિ જણાઈ આવે અને મારી ભૂલ જણાય તો તે માટે ક્ષમા કરશે. મારા વિચારમાં જે કાંઈ પણ ગ્યતા ભાસે તે એમ સમજશે કે એ દેવ ગુરૂ ઉપરની મારા ઉપર કૃપા છે. તેનું જ ૫રિણામ છે. સ્વામીભાઈઓની હરેક રીતે સેવા ભકિત થાય અને એ માટે સરળતા વધે એમ ઈચ્છીશું. તીર્થરૂપ યશવિજયજી ઉપાધ્યાય મહારાજ
સ્વામીતણું સગપણ સમું, અવરને સગપણ કેય;
સ્વામીતણી સેવા થકી, સમકિત નિર્મળ હેય.
આ અમૂલ્ય વાક્ય શ્રીમંત અને ગરીબ, સાક્ષર અને નિરક્ષર, શકિતવાન અને અશકત, ત્યાગી અને ભેગીઓએ મનન કરવા ગ્ય છે. શ્રી સંઘના શ્રેમમાં આપણું સર્વેનું શ્રેય સમાયેલ છે. ઘર ઘરના અને જણ જણના મતોથી મહ ઈરાઓ કદી બર આવશે નહિ. એટલા માટે બંધુઓ સમજે, પરસ્પર સહાયતા કરે અને સંઘનું શ્રેય કરે એટલું જણાવી આ વિષય હું અત્રે પુરે કરૂં છું. શાંન્તિ ! શાંતિ !! શાંતિ ! !!
લી. દાસાનુદાસ, શાહ નારણુજી અમરશીના
જયજીનેંદ્ર વાંચશોજી.
પાંજરાપોળ અને તેની સ્થિતિ.
અમારા પાંજરાપોળ ઈન્સપેકટર મી. મોતીચંદ કુરછ ઝવેરીએ તા. ૨૦-૮-૧૯૦૮ ને રોજ મુંબઈની પાંજરાપોળ તપાસી હતી, આ પાં