Book Title: Jain Shravakachar
Author(s): Kulchandravijay, Rasiklal Choxi
Publisher: Shah Ishwarlal Kishanji Kothari

View full book text
Previous | Next

Page 9
________________ સંપાદકીય આજે વિશ્વ યુદ્ધ, અશાંતિ અને આતંકવાદના ઉન્માદથી ત્રસ્ત છે. શિક્ષકવર્ગ અને ઉપદેશક બધાજ યુવાપેઢીની ઉપેક્ષા કરતા હોય તેવું લાગે છે. આવા કલુષિત વાતાવરણમાં યુવાપેઢીને જો કોઈપણ તારનાર હોય તો તે માત્ર જૈન મુનિજન શ્રમણ-પરંપરાને ઉજાગર કરી ટાસ્ત માનવજાતને આત્મકલ્યાણના માર્ગ પર પ્રસ્થાપિત કરવાનો જે સત્રયાસ કરી રહ્યા છે તે ખરેખર પ્રશંસનીય અને અનુમોદનીય છે. સિદ્ધાન્ત મહોદધિ પ. પૂ. આચાર્ય શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન સ્વનામધન્ય પૂ. પંન્યાસ પ્રવર શ્રી કુલચંદ્રવિજયજી મ. પણ જેને સંસ્કૃતિની પરંપરાના જ્યોતિર્ધર છે. યુવકોને સુશ્રાવક બનાવવાનો એમનો પ્રયત્ન અવિરતપણે ચાલુ જ છે. એમના વ્યવહારની શાલીનતા, લેખનની મધુરતા અને સુબોધતા પાઠકને મંત્રમુગ્ધ કરે છે. એઓશ્રીની કૃતિઓ કેવલ મનન અને ચિંતન કરવા પ્રેરે છે એટલું જ નહિ તેને આચરણમાં ઉતારવાની પ્રેરણા પણ આપે છે. આપની આ કૃતિનું અવલોકન કરવાનો શુભ અવસર મને પ્રાપ્ત થયો. સરલ શૈલી, સુબોધ ભાષા અને લયબદ્ધ વિચારોએ મને સદા આકર્ષિત કર્યો છે. મનોહરલાલ સિંઘી એમ. એ. બી. એડ. સાહિત્યરત્ન (સિરોહી.)

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70