________________
આત્મ ચિંતન કરો एगो मे सासओ अप्पा, णाणदंसण संजुओ। सेषा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा. ॥
નિત્ય સવારે શૌચાદિ ક્રિયાથી પરવારીને સાધકે આત્મચિંતન કરવું જોઈએ કે હું કોણ છું? મારી જાતિ કઈ છે? મારું કુલ ક્યુ છે? મારા આરાધ્ય દેવ કોણ છે.? મારા ઉપકારી ગુરુ કોણ છે. ? મારો હિતકારી ધર્મ ક્યો છે. મારા અભિગ્રહો ક્યા ક્યા છે? હું નક્કી ક્યાંથી આવ્યો છું પણ મારો જન્મ અહીંજ કેમ થયો? વળી મારે એક દિવસે અહીંથી જવાનું પણ નક્કી છે તો હું ક્યાં જઈશ? કઈ યોનિમાં અને કઈ ગતિમાં જઇશ? આ પ્રકારનું ચિંતન કરવાથી ભૌતિક પદાર્થો પ્રત્યેનું આકર્ષણ ઘટે છે અને પાપમૂલક પ્રવૃત્તિઓ ઘટતી જાય છે.
નિદ્રા ઉડાડવાનો ઉપાયઃ
ઉપર જણાવેલ ચિંતન પછી પણ જો ઊંઘ ન ઉડે તો નાક દ્વારા શ્વાસને થોડા સમય રોકી લેવો. એથી ઊંઘ ઉડી જશે અને તાજગીનો અનુભવ થશે.
આવશ્યક કાર્ચ આદિની સૂચના ધીમા અવાજે કરો: પ્રાતઃકાલમાં જલ્દી ઉઠ્યા પછી જો આવશ્યક કાર્યની સૂચના કોઈને પણ કરવી હોય તો તે ધીમા સ્વરે કરવી. ઊંચા અવાજે બોલવાથી હિંસક પ્રાણી જાગી જાય અને હિંસક પ્રવૃત્તિ કરે. તદુપરાંત જો પડોશી જાગી જાય તો તે આરંભ-સમારંભના કાર્યમાં લાગી જાય. એટલે આમ નિરર્થક પાપના બંધમાંથી પોતાની જાતને બચાવો.