Book Title: Jain Shravakachar
Author(s): Kulchandravijay, Rasiklal Choxi
Publisher: Shah Ishwarlal Kishanji Kothari

View full book text
Previous | Next

Page 32
________________ આહા૨સંજ્ઞાને જીતવા માટે જે પ્રકારે તપનું વિધાન છે તે પ્રકારે અનાદિ નિદ્રાપર વિજય મેળવવા માટે રાત્રિજાગરણનું વિધાન છે. એટલે આ વિધાનને આચારમાં ઉતારવું જરૂરી છે. ૭. : શ્રુતજ્ઞાનની વિશેષ પૂજા શાસ્ત્રો અને ધર્મના પુસ્તકો પર શ્રુતજ્ઞાનની પૂજા કર્પૂર, વાસક્ષેપ આદિ દ્રવ્યથી ક૨વી જોઇએ. દરેક મહિને સુદ પાંચમના દિવસે સુંદર વસ્ત્રો વગેરેથી શ્રુતજ્ઞાનની વિશેષ પૂજા કરવી. જોઇએ. જો શક્તિ ન હોય તો વર્ષમાં એક વાર તો આ પૂજા અવશ્ય કરવી જોઇએ. આ વિષયમાં જન્મ કર્તવ્યના અવસ૨ ૫૨ જ્ઞાનભક્તિ વિષે વિસ્તારપૂર્વક કહેવામાં આવશે. ૮. ઉજમણું : વિધિપૂર્વક નમસ્કાર મહામંત્રના એક લાખ જાપ, નવ લાખ જાપ, પ્રતિક્રમણ, સૂત્ર, ઉપદેશમાલા વગેરેની પૂર્ણાહુતિરૂપ જ્ઞાન, દર્શન અને પંચમી આદિ જુદા જુદા તપની સમાપ્તિ સમયે પ્રત્યેક વર્ષે ઓછામાં ઓછું એકવાર ઉઘા૫ન (ઉજમણું) શક્તિ અનુસાર કરવું જોઇએ. તીર્થ પ્રભાવના ઃ શાસનપ્રભાવનાના હેતુથી વર્ષમાં ઓછામાં ઓછું એકવાર પંચ મહાવ્રતના પાલનકર્તા આચાર્યશ્રીઓ અને અન્ય મુનિ ભગવંતોનો નગર પ્રવેશ ઉત્સવપૂર્વક કરાવવો અને એ નિમિત્તે શ્રી જિનભક્તિ મહોત્સવ વગેરે પણ કરવો જોઇએ. હાથી, ઘોડા, બેન્ડવાજાની સાથે ઠાઠમાઠ અને આડંબરપૂર્વક ચતુર્વિધ સંઘ સાથે ગુરુ ભગવંતોનું હર્ષપૂર્વક સામૈયુ કરવું. અને હર્ષોલ્લાસ સાથે અનુકંપાદાન કરતા કરતા રસ્તામાં ઠેર ઠેર ગુરુ ભગવંતોનું બહુમાન કરતાં કરતાં જય જયના નાદ અને ઘોષ સાથે તથા ગહુંલિઓ કાઢતાં કાઢતાં એઓશ્રીનો નગર પ્રવેશ કરાવવો જોઇએ. જેથી મહાન શાસન પ્રભાવના થાય છે એટલું જ નહીં શિથિલાચાર પણ અટકે છે. સાધુ ભગવંતોનું આવું ભવ્ય સન્માન થતું જોઇને શિથિલાચારીઓ પણ વિચારવા લાગે છે કે, જો અમે પણ આવી ઉગ્ર ૨૩

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70