________________
આગમન થંતું હોય, જ્યાં સાધર્મિક રહેતા હોય, તેવા યોગ્ય સ્થાનની રહેવા માટે પસંદગી કરવી જોઈએ. બાકીની યોગ્યતાઓ આ પુસ્તકના લેખક ગુરુ ભગવંતના પુસ્તક‘પદાર્થ પ્રકાશ” ભાગ-૨ ના “માર્ગાનુસારીતા કે ૩૫ ગુણ” એ નિબંધથી જાણી લેવી.
(૨) ઉચિત વિલાગ્રહણઃ વિદ્યાના ઉપાર્જન કાળમાં કરી લેવું જોઇએ. જેનાથી ધર્મ, અર્થ અને કામની સિદ્ધિ થાય એવી કલાઓ અવશ્ય આ કાળમાં શીખી લેવી જોઇએ. મૂર્ખાઓ ડગલેને પગલે ઠોકરો ખાઈને લોકોમાં હાંસીપાત્ર બને છે. જ્યારે ભણેલોગણેલો વ્યક્તિ સુખ અને સમૃદ્ધિનું પાત્ર બને છે. સાર એ છે કે ઓછામાં ઓછી વ્યાપાર વાણિજ્ય આદિ એક કલા અને બીજી ધર્મકળા શીખવી જોઈએ. જેથી વ્યક્તિ આલોકમાં સુખ અને સમૃદ્ધિ તથા પરલોકમાં સદ્ગતિ પ્રાપ્ત કરી શકે. ઉચિત વિદ્યાનો અર્થ છે. વ્યવસાયના હેતુ અર્થે નિંદનીય, પાપમય અને રાજય વિરુદ્ધનાં, કરચોરી, ભેળસેળ વગેરે અનુચિત કાર્યોનો નિષેધ.
. (૩) ઉચિત વિવાહ: “માર્ગાનુસારિતા કે ૩૫ ગુણ” શિર્ષક નિબંધના અનુસાર જે બીજા ગોત્રના હોય અને કુળ, શીલ, રૂપ, વ્યય, વિદ્યા, વૈભવ, વેષ, ભાષા, પ્રતિષ્ઠા વગેરે ગુણોમાં સમાન હોય તેમની સાથેના વિવાહને ઉચિત કહ્યો છે. ઉચિત-અનુચિત વિવાહનાં દૃષ્ટાંત, પેથડશાહનો પ્રથમિણીદેવી સાથેનો તથા શ્રીમતિનો મિથ્યાદૃષ્ટિ સાથેનો એ પ્રમાણેના જાણવા. વિવાહ વગેરે સાંસારિક કાર્યોમાં ખર્ચ પોતાની શક્તિ અનુસાર કરવો જોઇએ. અધિક ખર્ચ કરવો યોગ્ય નથી. અધિક ખર્ચ તો પુણ્યકાર્યોમાં કરવો યોગ્ય છે. વિવાહ પ્રસંગે શક્તિ અનુસાર શ્રી જિનપૂજન અને સાધર્મિક વાત્સલ્ય કરવું જોઈએ. સંસાર ભ્રમણનું કારણ વિવાહ વગેરે પણ આવાં પુણ્યકાર્યોથી સફલ થાય છે.