________________
કરતાં હું વધારે ધનધાન્યાદિ વિષયક ઇચ્છાનું પરિમાણ કરું છું. કુલ સંપત્તિ રૂ....અથવા સોના....ના મૂલ્યથી વધારે હું રાખીશ નહિ.
અતિચારઃ (૧) ધન-ધાન્ય પરિમાણાતિક્રમઃ ધન અને ધાન્ય, પરિમાણથી વધુ થઈ જાય ત્યારે પુત્ર, પુત્રી, સ્ત્રી વગેરેના નામે ચઢાવી દેવું અથવા બીજાના ઘેર રાખી આવવું વગેરે ગરબડ કરવી, (૨) ક્ષેત્ર-વાસ્તુ-પરિમાણાતિક્રમ : ખેતર, દુકાન, ઘર, આદિ નિયમથી વધુ થઈ જાય તો પાસે પાસેનાં બે ખેતરો વચ્ચેની વાડને હટાવીને એક ખેતર કરવું અથવા બે મકાનો કે બે દુકાનો વચ્ચેની દીવાલ તોડી પાડીને એક મકાન અથવા એક દુકાન બનાવી લેવી, ઈત્યાદિ કરામત કરવી. (૩) રૂપ્ય-સુવર્ણ પરિમાણાતિક્રમઃ સોનાચાંદીના ઘરેણાં વધારે વજનવાળાં બનાવરાવી દાગીનાની સંખ્યા ટકાવી રાખવી. અને આ પ્રમાણે સોના-ચાંદીને વધુ પ્રમાણમાં રાખવાની ચાલાકી કરવી. (૪) કુષ્ય પરિમાણાતિક્રમ : જર્મન સિલ્વર, તાંબા, પિત્તળ વગેરે ધાતુના વાસણોનું વજન વધારીને તેમની સંખ્યા ઘટાડવાનો કસબ કરવો. (૫) દ્વિપદ-ચતુષ્પદઅતિક્રમ -નોકર-ચાકર, ગાય-ભેંશ વગેરે પરિમાણથી વધારે થતાં જોઈને તેને પુત્ર, સ્ત્રી વગેરેના નામે કરી દેવાં વગેરે કરતૂત કરવાં. કરણીઃ (૧) સ્ત્રી, પુત્ર વગેરેના નામે સંપત્તિ ચઢાવી, પોતાની પાસે
સત્તા ન રાખવી. (૨) પરિમાણથી સંપત્તિ વધારે થઈ જાય તો તેને શુભ
કાર્યોમાં ખર્ચી નાખવી. (૩) “થોડો પણ પરિગ્રહ અનર્થનું મૂલ છે.' એવી ભાવના
સદા સેવવી.
આ પ્રમાણે પાંચ અણુવ્રતોનું સંક્ષિપ્તમાં વર્ણન કર્યું. હવે ગુણવ્રતોના વિષય ઉપર આવીએ.