________________
કર્યું છે ? (૫) સ્મૃતિ અંતર્ધાન-પોતાના લીધેલા નિયમ બાબત દ્વિધામાં કે મેં પચાસ જોજનનું પરિમાણ કર્યું છે કે સો જોજનનું અને આવી અસમંજસ ભરી માનસિક હાલતમાં તે વ્યકિત પચાસ જોજનથી આગળ ચાલી જાય. કરણી : (૧) સીમિત ક્ષેત્રથી બહાર કોઈ વસ્તુ કે આદમીને
બોલાવવો નહિ કે મોકલવો નહિ. (૨) હરરોજ અથવા છેવટે દરેક ચાતુર્માસમાં આ વ્રતનું
શક્ય તેટલું પાલન કરે. (૩) ક્ષેત્રની સીમાથી અધિક દેશોનો ત્યાગ કરવાથી - ત્યાંના બેહદ પાપોથી મારો આત્મા બચી ગયો
એવો આનંદ માણે.
(૭) ભોગોપભોગ પરિમાણ વ્રત - સ્વરૂપ ભોજન, ફળ, ફૂલ, તેલ, અત્તર વગેરે ચીજો. જેનો એક જ વાર ઉપયોગ કરવામાં આવે તે ભોગ છે. સ્ત્રી, ઘર, આભૂષણ, વસ્ત્રો આદિ જે વારંવાર ઉપયોગમાં લેવાય તેને ઉપભોગ કહેવાય. ભોગ અને ઉપભોગ માટે જેમાં વધારે હિંસા થાય છે. તેવા પંદર કર્માદાનના વ્યાપારોના,બાવીશ અભક્ષ્યના અને બત્રીસ અનંતકાયનો ત્યાગ કરવામાં આવે છે તથા ભોગોપભોગમાં આવનાર સચિત્તદ્રવ્ય, વિકૃતિ વગેરેના ચૌદ નિયમો લેવામાં આવે છે.
પ્રતિજ્ઞા : જીવનભર ભોગોપભોગ પરિમાણ વ્રત ગ્રહણ કરું છું. અભક્ષ્ય, અનંતકાય, તેમજ યથાશક્તિ કર્માદાનના વ્યાપારોનો ત્યાગ કરું છું. અતિચાર : (૧) સચિત્ત આહારનો ત્યાગ કરવાનો નિયમ લીધો