Book Title: Jain Shravakachar
Author(s): Kulchandravijay, Rasiklal Choxi
Publisher: Shah Ishwarlal Kishanji Kothari
View full book text
________________
હોવા છતાં, ભૂલથી અથવા સચિત્તને અચિત્ત સમજીને ચિત્તનું ભક્ષણ કરવું. (૨) સચિત્ત પ્રતિબદ્ધ : સચિત્ત આહારનો ત્યાગી સચિત્ત વૃક્ષ પર લાગેલા અચિત્ત ગુંદર વગેરે પદાર્થોને ઉખાડીને બે ઘડી પહેલાં ખાય. (૩) અપક્વૌષધિ ભક્ષણ : સચિત્તના ત્યાગીએ ભૂલથી પણ કાચા ફળ ન ખાવા. (૪) દુષ્પવૌષધિ ભક્ષણ : મકાઇ વગેરેના ભુટ્ટા અર્ધપાકા ખાવા. આ અતિચાર સચિત્તના ત્યાગીને છે. (૫) તુચ્છઔષધિ ભક્ષણ : જેમાં ખાવાની વસ્તુ ઓછી અને ફેંકી દેવાની વધુ હોય એવા ટીંબરૂં, બોર, વગેરે તુચ્છ અને સચિત્તના ભક્ષણથી લાગનાર અતિચાર. આ પ્રમાણે અણજાણપણા વગેરેથી રાત્રિ ભોજન ત્યાગ વગેરેના પણ અતિચાર જાણવા.
પંદર કર્માદાનના વ્યાપાર
પાપકર્મના કારણો થતા હોવાથી નીચે લખેલ વ્યાપારો કર્માદાન કહેવાય છે. એનો વ્રતધારીએ યથાશક્તિ ત્યાગ કરવો જોઇએ.
(૧) અંગારકર્મ : કોલસા બનાવવા તેમજ વેચવા, ચૂનો, ઇંટ, માટીના વાસણ વગેરે પકાવવાં.
(૨) વનકર્મ :
: વૃક્ષ, પત્ર, પુષ્પ, વગેરે અને જંગલ કપાવવાં. (૩) શકટકર્મ : બળદ ગાડી, હળ, સ્કુટર, મોટર સાયકલ, મોટરકાર, જીપ, ટ્રક તેમજ તેમના છૂટક ભાગોનો ધંધો કરવો.
(૪) ભાટકકર્મ : મોટર, બળદગાડું વગેરે પરિવહનનાં સાધનો બળદો, ઘોડા વગેરે ભાડેથી આપવા.
(૫) સ્ફોટકકર્મ : કૂવા, તળાવ, ખાણ, સુરંગ વગેરે ખોદાવવી. (૬) દન્તવાણિજ્ય : હાથી દાંત, મોરપિચ્છ વગેરેનો વ્યાપાર કરવો. ૪૨

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70