________________
સામાચારી છે કે હિંસક સાધનોને જોડેલાં (સંયુક્ત) ન રાખવાં જેથી કોઇ તેને લઇ ન શકે અને કોઇ અકારણ માગવા આવે તેને સુખપૂર્વક ના કહી શકાય.
કરણી- (૧) ફાંસી, રેસ, હોલી, તાજિયા, આતશબાજી વગેરે રસપૂર્વક ન જુઓ.
(૨) કામોત્તેજક કથાદિ સાહિત્ય, નાટક, સીનેમા, ટી. વી., રેડીયો, ટેપ વગેરેનો સર્વથા ત્યાગ અથવા........... વારથી વધુ નહિ.
(૩) સ્ત્રીકથા, ભોજનકથા, દેશકથા અને રાજકથા એ ચારે વિકથાઓનો ત્યાગ કરવો.
(૪) આવશ્યક ન હોય તેવા ખાન-પાનનો ત્યાગ કરવો. (૫) વીતી ગયેલી વાતોને માટે ‘ભવિતવ્યતા' અને સુંદર ભવિષ્ય માટે ‘સત્પુરુષાર્થ' ને પ્રધાનતા આપીને ફોગટના સંકલ્પ-વિકલ્પથી બચો.
(૬) સત્પ્રવૃત્તિઓમાં મંડ્યા રહો.
(૭) તાત્ત્વિકવાંચન, શ્રવણ અને સત્સંગ કરવો, જેથી તત્ત્વદષ્ટિનો વિકાસ થઇ શકે.
(૮) અનિત્યાદિ બાર ભાવના અને મૈત્રી આદિ ચાર ભાવનાથી વારંવાર મનને ભાવિત કરતા રહેવું જેથી જીવનમાં શાંતિ રહે.
આ પ્રકારે ગુણવ્રતોનું સંક્ષેપમાં વિવરણ થયું. હવે ચાર શિક્ષાવ્રતોના વિષય ઉપર આવીએ.
૫૧